અહીં ભાજપના ઉમેદવારના ભાઈના ફ્લેટમાંથી મળ્યું 22 કિલો સોનું, આશરે 12 કરોડ જેટલી છે કિંમત
નેપાળ પોલીસે (Nepal Police) બીરગંજમાં એક ફ્લેટમાંથી 22 કિલો 576 ગ્રામ સોનું ઝડપી (Gold Seized) પાડ્યું છે. નેપાળ પોલીસે ગુપ્ત સૂચનાના આધારે કાર્યવાહી કરી એક એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. નેપાળ પોલીસ અનુસાર, જે ફ્લેટમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે, તે બિહારના રક્સૌલ વિધાનસભા સીટ (Raxaul Assembly Seat)ના બીજેપી ઉમેદવાર પ્રમોદ સિન્હા (BJP Candidate Pramod Sinha)ના ભાઈ અશોક સિન્હાનો છે.
સૂત્રો અનુસાર, ઝડપી પાડવામાં આવેલા સોનાની કિંમત 12 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પોલીસે હજુ સુધી આ મામલામાં કોઈની ધરપકડ કરી નથી. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક સિન્હા ભારત-નેપાળ બોર્ડર પર કસ્ટમ ક્લિયરીંગનું કામ કરે છે. અશોક સિન્હા અને પ્રમોદ સિન્હા રક્સૌલના હરૈયાના રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ના બીજા તબક્કા માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની આ યાદીમાં 46 નામનો સમાવેશ થયો છે. આ વખતે બિહારમાં ભાજપ (Bihar BJP seat) 121 સીટો ઉપરથી ચૂંટણી લડશે. પહેલા અને બીજા તબક્કાના મળીને અત્યાર સુધી ભાજપે (BJP) પોતાના 75 ઉમેદવારોના (BJP candidate) નામા જાહેર કર્યા છે.
બીજી યાદીના વાત કરીએ તો ભાજપે પોતાના ત્રણ ધારાસભ્યોને (MLA ticket) ટિકિટ આપી નથી. ભાજપે પોતાના પ્રદેશ પ્રવક્તા નિખિલ આનંદને મનેરથી ટિકિટ આપી છે.
ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા
ભાજપે બેતિયાથી રેણુ દેવી, સીતામઢીથી ડો. મિથિલેશ કુમાર, પટણા સાહિબથી નંદકિશોર યાદવ અને ગોપાલગંજથી સુભાષ સિંહ ઉપર દાવ અજમાવ્યો છે. આ ઉપરાંત ભાજપે આ વખતે ત્રણ ધારાસભ્યોના પત્તા કાપ્યા છે. આ યાદીમાં ચનપટિયાથી પ્રકાશ રાય, સિવાનથી વ્યાસ દેવ પ્રસાદ અને આમનોરથી સત્રુગ્ઘ્ન તિવારી ઉર્ફે ચોકર બાબાનો સમાવેશ થાય છે.
આ નેતાઓ હશે ભાજપના સ્ટાર પ્રચારક
બિહાર વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યુંછે. જેમાં પીએમ મોદી ઉપરાંત જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, રાધામોહન સિંહ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઈરાની, અશ્વિની ચૌબે, નિત્યાનંદ રાય, આરકે સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, યોગી આદિત્યનાથ, રઘુબર દાસ, મનોજ તિવારી, બાબૂલાલ મરાંડી, નંદકિશોર યાદવ, મંગલ પાંડ્યે, રામકૃપાલ યાદવ, સુશિલ સિંદે, છેદી પાસવાન, સંજય પાસવાન, જનક ચમાર, સમ્રાટ ચૌધરી, વિવેક ઠાકુર અને નિવેદિતા સિંહનું નામ સામેલ છે.
121 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે
243 સભ્યોની વિધાનસભા માટે 122 બેઠકો પર JDU અને 121 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે. પટણા ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી નીતીશકુમારે જણાવ્યું કે જેડીયુએ પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના હિન્દુસ્તાન અવામ મોર્ચાને 7 બેઠકો ફાળવી છે. તેમણે કહયું કે મુકેશ સહાનીના નેતૃત્વ હેઠળની વિકાસશીલ જનતા પાર્ટી (VIP)ને ભાજપ તેની ૧ર૧ બેઠકોમાંથી બેઠકો ફાળવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને વીઆઇપી પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત ચાલી રહી છે. શ્રી નીતીશકુમારે કહયું કે એનડીએ, વિકાસના મુદ્દે ચૂંટણી લડશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

