ગુજરાતમાં ACBના ઈતિહાસનો સૌથી મોટો 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કતનો નોંધાયો કેસ

ગુજરાતમાં ACBના ઈતિહાસનો સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલ્કતનો કેસ હાલ સામે આવ્યો છે. હાલ પોલીસ ચોપડે 10 કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં GLDCના વર્ગ – 2ના તત્કાલિન મદદનીશ નિયામક સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેમનું અગાઉ 2018માં જમીન વિકાસ નિગમનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતુ.

GLDCના વર્ગ – 2ના તત્કાલિન મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવિણકુમારે બોગસ કામગીરી સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મળીને માત્ર કાગળ પર દર્શાવી હતી. જેને પગલે એસીબી દ્વારા પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2018માં ગુજરાત જમીન વિકાસ લીમીટેડ ગાંધીનીગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશન પેટે ઉચાપાત કરી હોવાની માહિતી મળી હતી. જેને લઈને એસીબી દ્વારા ગુજરાત જમીન વિકાસ લીમીટેડના જુદા-જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ 56.20 લાખની રકમ મળી આવી હતી.

જોકે, આ રકમ બાબતે સંતોષકારક ખુલાસો ન મળતા એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ તપાસ કરતા પ્રવિણકુમાર બાલચંદભાઈ પ્રેમલ દ્વારા વિવિધ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરામાં ગેરરીતી આચરવામાં આવી હતી.

આ ઘટનામાં અગાઉ સુરત એસીબી દ્વારા વલસાડ, ડાંગ અને નવસારીમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ એસીબી દ્વારા પ્રવિણકુમારની ધરપકડ કરવામાં આવી હતી. સુરત એસીબીમાં જીએલડીસીના લગતા 41 ગુના દાખલ થયેલા છે. જે પૈકી 26 ગુનામાં પ્રવિણકુમારનું નામ આરોપી તરીકે છે. જેમાં કુલ 2.61 કરોડ રૂપિયાની ઉચાપાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પ્રવિણકુમારની અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રવિણકુમારે એટલું જ નહીં વિવિધ કામગીરીમાં પુત્ર ચિરાગને પણ કૌભાંડમાં જોડી જીએલડીસીની વિવિધ યોજનાકીય કામોની કામગીરી દર્શાવી હતી. પ્રવિણકુમારે પુત્ર ચિરાગને આરટીજીએસ દ્વારા કુલ 3.92 કરોડ ચૂકવ્યા હતા.

આ રકમ પૈકી ચિરાગે પિતા પ્રવિણકુમાર અને માતા દમયંતીબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેથી પરિવારના નામે મિલકતો ખરીદવા રૂપિયાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન પ્રવિણકુમાર અને પરિવારજનોના નામે બીએમડબ્લ્યુ કાર, ફ્લેટ, ખેતની જમીન, દુકાનો, રેસ્ટોરન્ટ પ્લોટ મળી કુલ 32 જેટલી મિલકતો વસાવેલી હોવાનું સામે આવ્યું હતું.

આ કૌભાંડમાં પરિવારજનોના વિવિધ બેક એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરવામાં આવી હતી. જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

આ ઘટનામાં આખું કૌભાંડ સામે આવ્યા બાદ એસીબીએ પ્રવિણકુમાર, તેની પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે 201.62 ટકા વધુ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો