મોરબીના યુવાને લાઇવ વીડિયો બનાવી જીવન ટુંકાવ્યું, ‘મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો ને..? તારા મા-બાપે મને બહુ હેરાન કર્યો હવે હું મરી જાવ છુ’ યુવાનના છેલ્લા શબ્દો

મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને છોડી પત્ની તેના માતાપિતા સાથે ચાલી ગયા બાદ કોર્ટ કેસ થતા યુવાને સોશિયલ મીડિયા ઉપર લાઈવ થયા બાદની ગણતરીની ઘડીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જિંદગીની અંતિમ ઘડીએ ફેસબુક સહિતના સોશિયલ મીડિયા મારફતે મૃતક યુવાને યુવતીને સંબોધીને ‘મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનેને…? તારા મા-બાપે મને બહુ હેરાન કર્યો હવે હું મરી જાવ છુ.’ સહિતની અનેક વાતો કહી હતી અને અંદાજે 6 મિનિટ 43 સેકન્ડના વીડીયોમાં આખી કહાની દોહરાવે છે. હાલ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લાઈવ થયા બાદ યુવકે ગણતરીની ઘડીઓમાં જ ગળેફાંસો ખાઈ લીધો
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.25) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમ લગ્ન જવાબદાર હોવાનું આપઘાત કરતા પૂર્વે ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક લાઈવ અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું હતું અને લાઈવ થયા બાદ ગણતરીની ઘડીઓમાં જ તેને ગળેફાંસો ખાઈ લીધો હતો.

યુવાને વીડિયોમાં ભગવાન બીજા ભવમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું
વધુમાં ફેસબુક ઉપર લાઈવ થઇ કિશનભારથી ગૌસ્વામીએ તેને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરી યુવતી, તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી હવે તે જીવી શકે તેમ ન હોવાનો ઉલ્લેખ કરી આ પોતાનો છેલ્લો વીડીયો હોવાનું અને ભગવાન હવે બીજા ભવમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું હતું.

મૃતક યુવાનની પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ હતી
કિશનભારથીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે. હાલ વી.પી.છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તપાસનીશ અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનની પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જેમાં આજે મુદતે મૃતકના પત્ની હાજર રહ્યા ન હોવા ઉપરાંત પત્નીને તેડવા છતાં ન આવતા આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતક કિશનભારથીના પરિવારજનો જણાવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો