મોરબીના જીવદયા ગ્રુપના યુવાનોએ પોતાના પોકેટમનીમાંથી ઈજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે મૂક્યા એરકૂલર

મોરબીના યુનાઇટેડ યૂથ જીવદયા ગ્રુપ દ્વારા રવાપર ઘુનળા રોડ પર આવેલા એક મકાનમાં ઘાયલ પશુ પક્ષીઓને રાખી તેની સારવાર કરવામાં આવે છે. આ યુવાનોની ટીમ અભ્યાસની સાથે પોતાની પોકેટમની તથા દાતાઓના સહયોગથી ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓ અને શ્વાનનું કાળજીપૃર્વક જતન કરે છે. તો ગંભીર રીતે ઘાયલ પક્ષીઓ માટે તેના રહેવા માટે પાંજરાની વ્યવસ્થા કરી છે. ગ્રુપના જીવદયા કેન્દ્રમાં આશ્રય લેતા પક્ષીઓને અને શ્વાનોને ગરમીમાં ટાઢક આપવા કુલરો મુકવામાં આવ્યા છે.

આજે માણસ ખુદ પોતાના માટે જીવવામાં એટલો વ્યસ્ત બની ગયો છે. કે તેને પોતાના સીવાય અન્ય જીવ વિશે પડી નથી કુદરતી સાથે સતત જોડાયેલ માણસ આજે તેની આસપાસનાં પશુ પક્ષીઓને પણ સહન કરી શકતો નથી ત્યારે આવા સમયે નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપનાર ઘટી ગયા છે.જોકે હજુ પણ ઘણા લોકો એવા છે જે પ્રકૃતીનાં જતન માટે પોતાનો ફાળો આપે છે. અને તેમના પૈકી લોકો એટલે યુનાઇટેડ યુથ જીવ દયા પ્રેમી રમવા ફરવાની ઉંમરમાં આ ગ્રુપના કોલેજીયન યુવાનોએ અભ્યાસ અને પરિવારની સાથે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતાં હોય છે 18થી 22 વર્ષના 40 યુવાનોની ટીમ છે.

કોલેજીયન 40 યુવાનોની ટીમ નિભાવી રહી છે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી.

આ યુવાનોને પક્ષીઓ અને શેરીમાં ભટકતા શ્વાનો પ્રત્યે વિશેષ કરુણા છે.આથી આવડી વયે પણ આ યુવાનોએ આ અબોલજીવો માટે સેવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેમાં આ 40 યુવાનોની ટીમે યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ શરૂ કર્યું હતું અને આ ગુપે દાતાઓના સહયોગથી પક્ષીઓ અને શ્વાનોની સેવા કરવા માટે કર્તવ્ય જીવદયા ગ્રુપ શરુ કર્યું છે.આ સંસ્થા શરૂ કરવા પાછળ અબોલજીવો પ્રત્યે યુવાનની વિશેષ કરુણાભાવ રહેલો છે. જેમાં અગાઉ આ ટીમના એક યુવાન શ્વાન પ્રેમી છે.તે સમયે તેની શેરીમાં રખડતા ભટકતો એક શ્વાન બીમાર પડ્યો હતો.

ત્યારે આ યુવાને શ્વાનની સારવાર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસે ગયો હતો પરંતુ કરુણતા એ હતી કે આવા અબોલ જીવો માટે સારવારની કોઈ સંસ્થા જ ન હતી.આથી બધા યુવાનો એ સાથે મળીને પક્ષીઓ અને શ્વાન જેવા પ્રાણીઓનો સહારો બનવાનું નક્કી કર્યું અને પછી બધાએ પોકેટમનીની રકમ એકડી કરી આ ઉપરાંત જરૂર પડી ત્યારે દાતાઓ સહયોગ પણ લીધો આ રીતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર શરૂ થયું હતું અને હાલ તેમાં 55 જેટલા પક્ષીઓ અને 11 શ્વાનોની સારસંભાળ કરવામાં આવે છે.હાલ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચાવવા તેમના માટે એરકુલરની વ્યવસ્થા કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો