મોરબીમાં GRD જવાનોનો ‘પાવર’ તો જુઓ : ધોકા લઈને ગામના શ્રમિકો પર તૂટી પડ્યાં, જવાનોના ત્રાસથી લોકો ત્રાહિમામ

લોકડાઉન 3.0 (Lockdown 3.0) ચાલી રહ્યું છે ત્યારે 40 ડીગ્રી તાપમાનમાં પોલીસ પોતાના પરિવાર અને પોતાના જીવના જોખમે 17 કલાક ફરજ બજાવી રહી છે. મોરબી પોલીસ (Morbi Police)ની આ જ કામગીરી લોકોના દિલમાં ઘર કરી ગઈ છે. બીજી બાજુ અનેક લોકોના દિલમાં જીઆરડી (Gram Rakshak Dal) જવાનો વિરુદ્ધ નારાજગી પણ જોવા મળી છે. જીઆરડી જવાનો મહિલાઓ અને વૃદ્ધો સાથે અસભ્ય વર્તન કરી પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આવો જ કિસ્સો હળવદના કડિયાણા ગામે બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચિરાગ સોમાભાઈ સોલંકી અને ગોપાલ અરજણભાઈ વાઘેલા નામના જીઆરડી જવાન ગામના શ્રમિકો પર ધોકા લઈને તૂટી પડ્યા હતા. આ મામલે શ્રમિકોએ ફરિયાદ નોંધાવતા બંને જીઆરડીની ધરપકડ કરી અને કાયદાના પાઠ શીખવ્યા હતા. સાથે જ ચિરાગ સોલંકી અને ગોપાલ વાઘેલા નામના બંને જીઆરડી જવાનો તેમજ વાલાભાઈ સહિત કુલ ત્રણ જીઆરડીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસકર્મીઓની તંગી છે આથી તેમની જગ્યાએ જીઆરડી જવાનો ફરજ બજાવે છે.

મોરબી શહેરમાં પણ જીઆરડી જવાનોની હેરાનગતિ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. શાક માર્કેટ હોય, શનાળા રોડ હોય કે પછી પંચાસર રોડ હોય, બધી જગ્યાએ જીઆરડી જવાન પોતે પોલીસ અધિકારી હોય તેમ રોફ મારી લોકોને હેરાન કરી રહ્યા છે.

જીઆરડી જવાનો મીડિયા કર્મીઓને પણ દબાવે છે

મોરબીમાં જીઆરડી જવાન મીડિયાકર્મીઓની ફરજમાં પણ રૂકાવટ કરી રહ્યા છે. મીડિયકર્મીઓ તેના પોઇન્ટ પરથી નીકળે તો યેનકેન પ્રકારે તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે. જો મીડિયાકર્મી કંઈ બોલે તો એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી મીડિયાને દબાવીને મીડિયાની સ્વતંત્રતા પર રોક લગાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. હાલ આ જીઆરડી જવાનો પોલીસની 50 દિવસની મહેનત પર પાણી ફેરવવા ઉભા થયા હોય તેવું લાગી રહ્યું છે. આથી આ જીઆરડી જવાનો પર લગામ ક્યારે લગાવવામાં આવશે એ પણ મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો