મોરબીની યુવતીનો લાલબત્તી સમાન કિસ્સો, લગ્ન પહેલાં ભાવિ પતિ સાથે શરીરસંબંધ બાંધતાં ચેતજો

હળવદના (Halvad) ચરાડવા ગામે રહેતી યુવતીએ સગાઈ તૂટી જવાના બીકથી તેના જ ઘરમાં શુક્રવારે ગળેફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લેવાના પ્રકરણમાં મૃતકના પિતાની ફરિયાદ અને સ્યૂસાઈડ નોટના આધારે ભાવિ પતિ અને સાસુ સસરા સહિતના ચાર વિરુદ્ધ યુવતીને મજબૂર કરવા અંગે ગુનો દાખલ કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતાં મનસુખભાઈ ચૌહાણની દીકરીના હળવદના રણજીતગઢ ગામે રહેતાં યુવાનની સાથે સગાઈ કરવામાં આવી હતી. તે તૂટી જશે તેવો ભય તેને હતો જેના કારણે આપઘાત કરી લીધેલ હોય. હાલમાં મૃતક યુવતીના પિતાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે કલ્પેશ રવજીભાઈ કણજારીયા નામના રણજીતગઢ ગામના યુવાન સાથે તેની દીકરીની સગાઈ કરવામાં અને ત્યારબાદ કલ્પેશ તેના પિતા રવજીભાઈ અને માતા કંચનબેન તેમજ વેગડવાવ ગામે રહેતાં મુકેશ ગોરધનભાઈએ સગાઈ તો઼ી નાખવા માટે કહ્યું હતું.

આ દરમિયન જેની સાથે સગાઈ કરવામાં આવી હતી તે કલ્પેશે મૃતક યુવત સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી કરીને યુવતીની સગાઈ તૂટી જાય તો સમાજમાં બદનામી થશે અને સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે તેવાં ભયના કારણે પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઈ લીધો હતો. અન તેની પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી હતી.

(ખાસ વાંચો : જો કોઇને ખોટા કે નકારાત્મક વિચારો આવતા હોય તો નજીકના લોકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઇએ કારણ કે વાતચીત કરવાથી દરેક સમસ્યાનો હલ નીકળે છે અથવા નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઇએ. આત્મહત્યા ક્યારેય કોઇ બાબતનું સમાધાન નથી અને જો કોઇને વધુ મદદની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર AASRA: 91-22-275-46-669 ની સુવિધા 24 કલાક ઉપલબ્ધ છે. આ સિવાય સોમવારથી શનિવાર દરમ્યાન સવારે 8 થી રાત્રે 10 વાગ્યા દરમ્યાન 91-915-298-7821 પર પણ કોલ કરી શકાય છે. )

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો