મોરબીના ઉદ્યોગપતિએ મહામારીમાં દેખાડી માનવતા: પાણી અને વીજળીથી ચાલતા ઓક્સિજન મશીન ખરીદી દર્દીઓને નિ:શુલ્ક આપે છે

કોરોના મહામારીની બીજી લહેર ઝડપની સાથે સાથે ઘાતક પણ નીવડી છે.દર્દી સંક્રમણનો શિકાર થયા ગણતરીના દિવસમાં તેનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતું હોવાથી કૃત્રિમ રીતે ઓક્સિજન આપી શ્વાસોચ્છવાસ ચલાવવામાં આવે છે. આ માટે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરમાથી ઓક્સિજન આપવામા આવે છે. જોકે દર્દીઓની સંખ્યા વધી જવાને કારણે લોકોને ઓક્સિજન સિલિન્ડર માટે પણ લાંબી લાઈનોમાં રહેવું પડે છે આવા સમયે જો કોઈ એમ કહે કે એક એવું મશીન છે જેમાં સિલિન્ડરની જરૂરિયાત જ નથી માત્ર પાણી અને વીજળી બે જ વસ્તુંથી આ મશીન દ્વારા ઓક્સિજન ઉતપન્ન કરી દર્દીઓની ઇમરજન્સી સારવાર થઈ શકે તો દર્દીઓના જીવ બચી જાય.

ઇમર્જન્સી હોય તેવા દર્દીને આપે છે

મોરબીના સ્વીટ સિરામિકના જલપેશભાઈ વડસોલાએ પોતાના ​​​​​​​ખર્ચે એક વર્ષ પહેલાં તેના દાદાની સારવાર માટે એક ઓક્સિજન આપતું મશીન વસાવ્યું હતું જેનું પરીણામ ખૂબ સારું મળતા હાલમાં એક સાથે 5 જેટલા મશીન વસાવ્યા છે અને જે પણ દર્દીને આવી ઇમરજન્સી સારવાર માટે જરૂર હોય તેમને નિશુલ્ક આપે છે. ​​​​​​​મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સિરામિકના તમામ સંચાલકો દ્વારા નિર્ણય કરીને હાલમાં છ જેટલા મશીન પંજાબથી મંગાવવામાં આવ્યા છે અને કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર જે કોઈ પણ કોરોનાના દર્દીને ઓક્સિજનની જરૂર હોય અને જો તેમની પાસે હાજરમાં મશીન હોય તો આ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન તેમના દ્વારા દર્દીઓની સારવાર માટે કોઈપણ પ્રકારના ચાર્જ વગર આપવામાં આવે છે.

જલ્પેશભાઈએ જણાવ્યું હતું કે આજથી એક વર્ષ પહેલાં કોરોનાનું સંક્રમણ શરૂઆતના તબક્કામાં હતું ત્યારે તેના કુટુંબી દાદા વરસોલા નરશીભાઈ મોહનભાઈને કોરોના થયો હતો અને ત્યારે તેમને માહિતી મળી હતી કે ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનનો ઉપયોગ કરીને સારવાર આપી શકાય છે માટે તે સમયે તેઓએ પંજાબથી એક ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન મંગાવ્યું હતું. મશીનની ઉપયોગીતાને જોઈ ભવિષ્યમાં તેની જરૂરિયાતને ધ્યાને લઇ બીજા 6 મશીન વસાવી લીધા છે.

આ ઓક્સિજન મશીન વસાવવું એટલું ખર્ચાળ નથી, જીવ તો બચાવી જ શકે

આ મશીન વસાવવું એટલું ખર્ચાળ નથી, જીવ તો બચાવી જ શકે તેઓ વધુમાં જણાવે છે કે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે અને કોઈપણ જગ્યાએ હોસ્પિટલ કે કોરોના હેલ્થ સેન્ટરમાં જગ્યા મળતી ન હોય અથવા તો ઓક્સિજન સિલિન્ડર ન મળતા હોય તેવા દર્દીઓના પરિવારજનો તેમનો સંપર્ક કરે તો તેમને સારવાર માટે ઇલેક્ટ્રિક મશીન આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી આ મશીન એટલું બધું ખર્ચાળ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો