મોરારિ બાપુના નિવેદનથી આવ્યો રાજકીય ગરમાવો, વીરપુરમાં વ્યાસપીઠ પરથી અમિત શાહ વિશે એવું કહ્યું કે….

રાજકોટના વીરપુરમાં ચાલી રહેલી રામકથાના છેલ્લા દિવસે મોરારિ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માંધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે પધાર્યા હતા.

મોરારિ બાપુએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે. મને એવું લાગે છે કે, અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. દેશનું હિત થઇ રહ્યું છે. ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઇએ. રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે. લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું. રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઇ.

વીરપુરમાં ચાલી રહેલ રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતા સદાવ્રત અવરીત ચાલુ રહે તેવી શુભકામના પણ આપી હતી. બાપુએ પોતાની વ્યાસપીઠ ઉપરથી બોલતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલની યાદ અપાવે છે. આમ કહીને અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા. મોરારિબાપુએ જણાવ્યું કે, ક્યારેક ક્યારેક ફોન ઉપર વાત થાય તો આપનો અમિત બોલું છું. તેમ વિનમ્રતા પૂર્વક કહે છે. એ બાજુ આવાનું થશે તો મળવા આવીશ.

આજના દિવસે મોરારી બાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહના ભારોભાર પ્રશંસા કરતું નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આપણા દેશના ગૃહમંત્રી ખુબ જ સારા છે. મને તેમનામાં સરદાર પટેલની યાદ આવે છે. પરંતુ અમુક લોકોને તેમનામાં હંમેશાં ખામીઓ જ દેખાય છે. તેમને હંમેશાં નિંદા જ કરવી છે. પરંતુ મારે તેમને એક જ વાત કહેવી છે કે રાષ્ટ્રને નજરમાં રાખી દેશ વિરોધી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. પોતાના રાષ્ટ્રનું હિત જોવું તે અપરાધ નથી.

મોરારિ બાપુની અમિત શાહ વિશે વધુમાં જણાવ્યું હતું કે, શેર બોલી જવાબ આપે છે કે 370 કો યે લોગ ક્યા જાને, એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. મોરારિ બાપુના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મોરારિ બાપુએ અમિત શાહ વિશે શું બોલ્યા?

મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, ‘ઇસ રાજ કો ક્યાં જાને સાહિલ કે તમાશાય’ લોકસભામાં આ એક વખત આ શેર બોલાયેલો. હમણાં જ કોઇકે તાજો લોકસભામાં આ શેરનું ઉચ્ચારણ અમિતભાઇ શાહે કર્યું હતું, આપણા ગૃહમંત્રીએ. આ શેર તેઓ સરસ બોલ્યા હતા, તેમણે ઘા કર્યો હતો. ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. જવાબ બોવ સારા આપે છે હો આપણા અમિતભાઇ.

એવા સરસ જવાબ આપે છે કે કોઇ ઐસી કી તૈસી. હા એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. તેણે જે જવાબો આપ્યા છે તે સાંભળવું જ પડશે તમારે. સાંભળવું જ પડેશે અમને હિન્દુસ્તાને ચૂંટીને મોકલ્યા છે. મને ગમે આમ આપણે કંઇ કોઇના પક્ષની સાથે કાઇ લેવા દેવા નથી. પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવા, પ્રમાણિક અંતર બધાની સાથે. પણ ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો