નદીનું મૂળ, સાધુનું કુળ જોવું નહીં પરંતુ હવે બંને જોવાની જરૂર છે: મોરારિબાપુ

જામનગરમાં રામકથા સમિતિ દ્વારા આયોજીત માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ જીભ શરીરનું અંગ અને જીવ અંશ છે માટે કોઇએ બંધ બેસતી પાઘડી ન પહેરવાની માર્મિક ટકોર કરી નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવુ઼ નહીં પરંતુ હવે તે બંને જોવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે માનવીએ ક્યાં અપરાધ ન કરવા તેની સમજણ આપી સાધુના લક્ષણો વર્ણવ્યા હતાં.

વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી

જામનગરની ભાગોળે ચાલી રહેલી માનસ ક્ષમા રામકથામાં શનિવારે મોરારિબાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી. ભગવાન જીસસને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, પ્રભુ તેને માફ કરજે કારણ કે, તેને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારે મારે 2100 વર્ષ પછી થોડા ફેરફાર સાથે કહેવું છે હે મારા હરિ તે બધાને માફ કરજે કારણ કે તે બધાને ખબર છે કે તે શું કરી રહ્યા છે. મારી જીભ નથી બોલતી મારો જીવ બોલે છે.

જીભને બે તાળાં છે તેમ અમુક વસ્તુને બે તાળા મારવાની જરૂર છે

જીભને બે તાળાં છે તેમ અમુક વસ્તુને બે તાળા મારવાની જરૂર છે. જીભ શરીરનું અંગ છે માટે પ્રહારક બની શકે પરંતુ જીવ અંશ છે માટે પ્રસાદક છે, માટે બંધ બેસતી પાઘડી કોઇ ન બાંધે તેમ જણાવી દામન પે દાગ આયે ન આયે મેરા નસીબ કીચડ ઉછાલ કે તેરી હસરત નીકલ ગઇનો શેર કહી માર્મિક ટકોર કરી હતી. તેઓએ આપણામાં બહુ નબળાઇ છે પરંતુ તે દેખાતી નથી તેમ જણાવી કોઇ પણ ધર્મ હોય કોઇ દિવસ કોઇની સાધનાનો, સાધન, મંત્ર, સૂત્ર, શસ્ત્ર, શાસ્ત્રનો અપરાધ કરવાનું જણાવી નિરાપરાધીને અપરાધી ઘોષિત ન કરવા પર કળયુગમાં મોરારી બાપુએ કહી ભગવાન કૃષ્ણના નાગદમનના પ્રસંગને વર્ણવ્યો હતો. સાધુની વ્યાખ્યા કરતા મોરારીબાપુએ કહ્યું કે, તક સાધતા તક સાધુ હોય, બક સાધુ હોય, ચક સાધુ હોય, બક-બક સાધુ, રકઝક સાધુનો સંવાદ કરતા હતા તે વાત કહી ક્ષમા પદાર્થને કેન્દ્રમાં રાખી શ્રધ્ધા, મૈત્રી, દયા, વિવેક અને ક્ષમા સાચા સાધુના લક્ષણ હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close