હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ તારીખથી બેસશે ચોમાસુ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની શકયતા

લોકડાઉન અને કોરોના મહામારીના સંકટના સમયમાં આનંદના એક સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસુ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે. આંદામાન- નિકોબાર ટાપુ પર એક સપ્તાહમાં ચોમાસુ પહોચવાની વકી છે. 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોચશે. તો ગુજરાતમાં 10થી 15 જૂનથી વચ્ચે ચોમાસું બેસશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આગાહી પ્રમાણે 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોંચશે. અને 22મેની આસપાસ નિયમિત ચોમાસુ બેસશે. સારી વાત એ છે કે આ વરસે ચોમાસુ સમયસર છે. પ્રચંડ હીટવેવ અને કમોસમી વરસાદ વચ્ચે એક સપ્તાહમાં આગમન થશે. હવાના લો પ્રેશરથી કયાંક વાવાઝોડાની પણ શકયતા છે. દેશમાં સૌથી પહેલુ ચોમાસુ કેરલમાં 1 જૂન-7 જૂનમાં બેસે છે. ગુજરાતમાં 10થી 15 જૂનથી વચ્ચે ચોમાસું બેસશે. સામાન્ય રીતે રાજયમાં ૧૫ જુનથી વિધિવત ચોમાસુ બેસે છે. ગત વરસે કેરળમાં 8 જૂનથી વિધિવત ચોમાસુ બેસ્યું હતું.

રાજયમાં અખાત્રિજના પશ્વિમના પવનથી ચોમાસુ સારુ રહેશે. ચોમાસા પુર્વે પ્રિ મોનસુનની ગતિવિધિ હવે શરુ થઈ જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિ મોનસુન વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધી- વાવાઝોડા સાથે પ્રિમોનસુન એકટીવીટીની શકયતા છે. 22 મે અને 29 મેથી 7 જૂનમાં રોહીણી નક્ષત્રનો વરસાદ શરૂ થશે.

હાલમાં 28 થી 31 મે સુધીમાં કેરળમાં ચોમાસુ પહોચવાવાની શકયતા છે. 7 જુનની આસપાસ દરિયામાં કરન્ટ જોવા મળશે અને દરિયો તોફાની બનશે. 20મી મેની આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. રાજયમાં 13,14,15 જૂનમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે અસર જોવા મળશે. તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની શકયતા દર્શાવાઈ છે.

જાણો – તમારા રાજ્યમાં ક્યારે પહોંચી શકે છે ચોમાસુ?

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં, ચોમાસું હાલની સામાન્ય તારીખોની તુલનામાં 3 દિવસ મોડુ આવશે. રાષ્ટ્રીય રાજધાની માટે, ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 23 જૂનથી 27 જૂન સુધી સંશોધિત કરવામાં આવી છે. આજ પ્રકારે મુંબઈ અને કોલકત્તા માટે 10થી 11 જૂન સુધી અને ચેન્નાઈમાં 1થી 4 જૂન સુધીની તારીખો સંશોધિત કરવામાં આવી છે.

ચક્રવાત ચેતાવણી વિભાગે કહ્યું કે, પ્રણાલી નિરંતર દેખરેખમાં છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિત રૂપથી સૂચિત કરવામાં આવી રહી છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહામાત્રાએકહ્યું કે, ચક્રવાત ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે.

કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી થઈ શકે છે. ત્યારબાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વખતે દેશમાં ચાર મહિના સુધી વરસાદ એટલે કે ચોમાસાની સિઝન રહેશે. આ વર્ષે IMDએ 1960-2019ના આંકડાના આધારે દેશના કેટલાક ભાગમાં ચોમાસાની શરૂઆત અને વાપસીની તારીખોને પણ સંશોધીત કરી છે. ગત તારીખો 1901થી 1940ના આંકડા પર આધારિત હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો