આ વખતે ચોમાસું ગુજરાતમાં નવરાત્રી જ નહીં દિવાળી સુધી લડી લેવાના મૂ઼ડમાં, ફરી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતી નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ તમામ વાતો વચ્ચે જો કોઇને સૌથી વધુ ફર્ક પડતો હોય તો તે ધરતીપુત્રો અને ખેલૈયાઓને પડી રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રીઓ દ્બારા આ વર્ષે ગુજરાતમાં દિવાળી સુધી વરસાદ પડે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કારણ કે, વરતારો જોતા આ વર્ષે વરસાદનાં નક્ષત્રોનો 7 જૂનથી આરંભ થયો હતો અને તેની પુર્ણાહુતી 7 નવેમ્બરના રોજ થવાની છે. પૂર્વ ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનું વાહન ગદર્ભ હોવાના કારણે આ બંને નક્ષત્રના સમયમાં છૂટો છવાયો વરસાદ પડવાના યોગ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યભરમાં 4 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વરસાદે નવરાત્રી તો ઠીક પણ હવે દિવાળી સુધી વરસાદની આગાહી કરતા લોકો ભારે ચિંતામાં પેઠા છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નવલી નવરાત્રીમાં ખેલૈયાઓની મઝા બગાડી છે. આજે તો અમદાવાદની બે જાણીતા ક્લબ સહિત વડોદરા અને રાજકોટના અનેક જગ્યાએ ગરબા કેન્સલ કરવાનો વારો આવ્યો છે.

યુવાધનનું હૈયું હાલ ગરબા રમવા માટે થનગની રહ્યું છે. છોકરીઓ નીત નવી ચણિયાચોળી ખરીદીને તૈયાર બેઠી છે. તો છોકરાઓ પણ ગરબામાં રોલો પાડી દેવા માટે અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજા પણ નવરાત્રીમાં તમારો સાથે આપશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે તો અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાઈ જશે તેવી પણ આગાહી છે. 1 ઓક્ટોબર સુધી નવરાત્રિમાં વરસાદ રહેશે. તો 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી વધુ વરસાદ રહેશે. તો હવામાન વિભાગની આગાહીને પગલે ગરબા આયોજકોમાં ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે. તો સૌથી વધુ કફોડી હાલત જગતનાં તાતની છે. લીલા દુષ્કાળને કારણે તેઓના પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 204 તાલુકમાં વરસાદ વરસ્યો છે. કચ્છમાં સિઝનનો 148.10 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 129.62 ટકા વરસાદ ખાબક્યો છે. દ.ગુજરાતમાં અત્યાર સુધી 129.43 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 99.40 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ 120.85 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 129.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો