ચોમાસામાં આ જ્યૂસનું નિયમિત કરો સેવન, ચોમાસામાં થતી વાયરલ બીમારીઓ રહેશે દૂર, જાણો અને શેર કરો

ચોમાસા (Monsoon)ની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં અનેક પ્રકારની વાયરલ બીમારીઓનું (Viral Diseases) સંક્રમણ થાય છે. જેમાં તાવ અને ત્વચાની એલર્જી પણ શામેલ છે. કોરોનાની બીજી લહેરનું ભયંકર રૂપ જોયા બાદ લોકોમાં કોરોનાનો ખૂબ જ ડર જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ ઈમ્યૂન સિસ્ટમ (Immune System) મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહી છે. ડૉકટર્સ અનુસાર ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોવાથી કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત ના હોવાના કારણે વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓના ચપેટમાં આવી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અનેક લોકો સર્દી અને ખાંસીનો સામનો કરે છે. આ પ્રકારના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, આ કારણોસર અનેક બીમારીઓનું સંક્રમણ થઈ જાય છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્વાસ્થ્યપ્રદ ભોજનની જરૂરિયાત હોય છે. આયુર્વેદિક મસાલા અને જ્યૂસની મદદથી ઈમ્યુનિટી મજજબૂત થાય છે. અહીંયા એક ખાસ પ્રકારના જ્યૂસ વિશેની જાણકારી આપવામાં આવી છે. આ જ્યૂસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તમે જ્યૂસનું નિયમિત સેવન કરી શકો છો. આ જ્યૂસનું સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાથી રાહત મળે છે અને ચોમાસામાં થતી વાયરલ બીમારીથી બચી શકાય છે.

ટામેટાનું જ્યૂસ
રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ટામેટાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. ટામેટામાં વિટામીન સી ની અધિક માત્રા રહેલી છે. વિટામીન સી શરીરમાં એન્ટી ઓક્સીડેન્ટનું કામ કરે છે. એન્ટી ઓક્સીડેન્ટથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કાચા ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ટામેટાનું જ્યૂસ કેવી રીતે બનાવવું તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

સામગ્રી
>> 1 કપ પાણી
>> 1 ચપટી મીઠું
>> 2 ટામેટા

ટામેટાનું જ્યૂસ બનાવવાની રેસિપી
સૌથી પહેલા ટામેટાને ધોઈને સાફ કરી લો. ટામેટાના નાના-નાના ટુકડા કરીને જ્યૂસરમાં નાખી દો. હવે જ્યૂસરના જારમાં એક કપ પાણી નાખીને 4-5 મિનિટ સુધી ચલાવો. એક ગ્લાસમાં ટામેટાનું જ્યૂસ કાઢીને તેમાં મીઠું નાખો. હવે તમે આ જ્યૂસનું સેવન કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો