સુરત ચોમાસામાં ચેતવા જેવી ઘટના સામે આવી! ચાના વેપારીનો હાથ થાંભલાને અડકી જતા કરૂણ મોત, કરન્ટના કારણે જીવ ગયો

અડાજણના વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઝાંપાબજારમાં આદર્શ ચા સેન્ટરના (Tea Vendor) નામે રેસ્ટોરન્ટ ચલાવતા કેયુર પટેલનું (Keyur Patel) કરંટ લાગતા (Electric Shock) મોત નીપજ્યું હતું. ગુરૂવારે મિત્રોને મળવા માટે ગયા હતા. દરમિયાન ઈલેક્ટ્રિક, થાંભલા સાથે તેમનો હાથ અડી જતાં હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, કેયુરભાઇને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઝાંપાબજારમાં વર્ષોથી ચાલતા જાણીતા આદર્શ ચા સેન્ટરના માલિકને અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેની પાનની દુકાન નજીક ઇલેકટ્રીક થાંભલામાંથી કરંટ લાગ્યો હતો. આ બનાવમાં યુવાન વેપારી બેભાન થઇ જતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

અડાજણ પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર શશીકાંત પટેલ શહેરના ઝાંપા બજાર ખાતે આદર્શ ચા સેન્ટરના નામે દુકાન ચલાવી રહ્યા હતા. આદર્શ ચા ના ટેસ્ટને લીધે કેયુરભાઈ શહેરમાં ચા રસિયાઓમાં ખાસ્સા એવા ફેમસ હતા.

દુકાનના સંચાલક કેયુરભાઈ ગુરુવારે સાંજે દુકાનેથી ઘરે પરત ફર્યા હતા અને રાત્રે મિત્રોને મળવા અને પાન ખાવા માટે અડાજણના ગંગેશ્વર મહાદેવ નજીકના ઘંટાવાલા પાન સેન્ટર પર ગયા હતા. જયાં ઇલેકટ્રીક થાંભલાને કેયુરનો અચાનક હાથ અડી જતાં ભેજ વાળા વાતાવરણને લીધે વીજ કરંટ લાગ્યો હતો. જેને પગલે રસ્તા ઉપર પટકાતા બેભાન થઇ ગયા હતા.

ઘટના અંગે પિતરાઇ ભાઇ કમલને જાણ થતાં તેઓએ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં કેયુરને ખસેડયો હતો જ્યાં વધુ સારવાર મળે એ પહેલા જ કેયુરભાઈનું મોત નિપજયું હતું. કેયુરભાઈને બે સંતાનો છે. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કેયુરભાઈની માતા અમેરિકા હોવાથી તેઓ આવ્યા પછી અંતિમ વિધિ કરવામાં આવશે એવું કેયુરભાઈના પરિવારે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો