કાર સાથે ટક્કર થતાં સાઇકલ સવાર ઉછળીને છત પર પડતાં મોત, ડ્રાઇવર લાશને લઈને 10 કિલોમીટર સુધી ફરતો રહ્યો

ચંદીગઢ (Chandigarh)ની પાસે આવેલા મોહાલી (Mohali)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ઓવરસ્પીડ કારે સાઇકલ સવાર (Car Cycle Acciden)ને જોરદાર ટક્કર મારી. ટક્કરના કારણે સાઇકલ સવાર ઉછળીને કારની છત પર જઈને પડ્યો. કાર ચાલકે આ દરમિયાન કારને રોકવી યોગ્ય ન માની અને સાઇકલ સવારને કારની છત પર જ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ દરમિયાન સાઇકલ સવારનું છત પર જ મોત થઈ ચૂક્યું હતું. કારચાલક સાઇકલ સવારની લાશને કારની છત પર શહેરમાં 10 કિલોમીટર સુધી ફરતો રહ્યો.

બાદમાં કારચાલક મૃતકની લાશને સન્ની એન્કલેવના શો રૂમની આગળ ફેંકીને ફરાર થઈ ગયો. કોઈ રસ્તે જનારા વ્યક્તિએ લાશને જોઈ તો તરત પોલીસને જાણ કરી. ડીએસપી રૂપિંદરદીપ કૌર સોહી ઘટનાસ્થળે પહોંચી અને આસપાસમાં લગાવેલા કેમેરાની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે કારચાલક જ તેને ફેંકીને ગયો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ એરોસિટી બ્લોકમાં રહેત 35 વર્ષીય યોગેન્દ્ર મંડળના રૂપમાં થઈ છે. જ્યારે ટક્કર મારનારા કાર ચાલકની ઓળખ ખમાણો નિવાસી નિર્મલ સિંહના રુપમાં થઈ છે. પોલીસે આઇપીસીની કલમ 279, 427, 304A અને 201 હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી ગાડીને કબજામાં લઈ લીધી છે.

નોંધનીય છે કે, બુધવાર સવારે લગભગ 6 વાગ્યે કાર ચાલક નિર્મલ સિંહે જીરકપુર તરફથી ઓવરસ્પીડ આવી રહ્યો હતો. બીજી તરફ ફેઝ-5માં કામ કરનારા યોગેન્દ્ર મંડળ ડ્યૂટી માટે સાઇકલ પર રવાના થયો હતો. એરોસિટીની પાસે આરોપી કાર ચાલકે એક ગાડીને ઓવરટેક કરવાના ચક્કરમાં સાઇકલને ટક્કર મારી દીધી. યોગેન્ર્ળ હવામાં ઉછળીને પહેલા ગાડીના બોનોટ પર પડ્યો અને બાદમાં ગાડીની છત પર જઈને પટકાયો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો