ભ્રષ્ટ અને કામાકઢા કર્મચારીઓને ઘર ભેગા કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, કર્મચારીઓનું લિસ્ટ બનાવવાનો આપ્યો આદેશ

ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ સરકાર એકશનમાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા સરકારે આદેશ આપ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત સરકાર કરશે. સરકારી કર્મચારીઓના રેકોર્ડ તપાસ સરકાર કરશે.

અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે. સરકારે એક રજિસ્ટર તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય તેનો રેકોર્ડ ચેક કરાશે. 50-55 વર્ષના કર્મચારીઓનો સેવા રેકોર્ડની તપાસ કરાશે.

સમય પહેલા લોકહિતમાં નિવૃત કરાશે

રેકોર્ડમાં અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવે છે. સર્વિસ રેકોર્ડ બાદ નક્કી કરાશે કે અધિકારી યોગ્ય કામ કરે છે કે નહીં. યોગ્ય કામ ન કરી શકતા હોય તો સમય પહેલા લોકહિતમાં નિવૃત કરાશે.

કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી

કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની તપાસ કરવાનું કહ્યું છે કે જેમણે સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે અથવા 50-55 વર્ષની વયના છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે સરકારી કર્મચારીઓ કે જેમણે 3૦ વર્ષ પૂર્ણ કર્યા છે અથવા 5૦-55 વર્ષની વય ધરાવતા છે તેમના સર્વિસ રેકોર્ડમાં અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઈએ.

સમય પહેલા નિવૃત્તિ

કેન્દ્ર સરકારનું કહેવું છે કે સર્વિસ રેકોર્ડની તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવશે કે તેઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે તેઓએ લોકોના હિતમાં સમય પહેલાં નિવૃત્તિ લેવી જોઈએ. તે જ સમયે, કર્મચારી મંત્રાલયે તમામ સચિવોને એક રજિસ્ટર તૈયાર કરવાનું કહ્યું હતું, જેના માટે આ બધી માહિતી રેકોર્ડ થવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો