રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર, શું સરકાર ભાઉથી ડરે છે?: અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ (Politics) રહી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ગુજરાત (C.R.Patil) યાત્રાને કોરોનાના સંક્રમણ વધવા માટે જવાબદાર ગણાવવાનો સંગીન આરોપ કૉંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન (Arjun Modhwadiya) મોઢવાડિયાએ કર્યો છે. મોઢવાડિયાએ સરકાર અને ભાજપ પર રોષ ઠાલવતા એક પછી એક અનેક આક્ષેપો કર્યા. મોઢવાડિયાએ કહ્યું કે સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભારતીય જનતા પાર્ટીના 120 સભ્યોને કોરોના થયો. મોઢવાડિયાના આ તીખા બોલથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવે તેવી વકી છે. મોઢાવાડિયાએ રથયાત્રા, શાળા કૉલેજ બંધી, અંબાજી મંદિર અને અન્ય તમામ મોરચે સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા છે.

મોઢવાડિયાએ કહ્યુ કે એક તરફ સરકાર રથયાત્રાની મંજૂરી ન આપે, સ્કૂલ બંધ રહે બાળકોને શિક્ષણ ન લઇ શક્યા ત્યારે ભાજપ પ્રમુખ ભાઉની યાત્રા ગુજરાતમાં સાનથી ફરી છે. આ યાત્રાના પ્રથમ ચરણ બાદ સૌરાષ્ટ્રના ભાજપના 120 આગેવાનોને કોરોના થયો છે. રાજ્યમાં અંબાજી મંદિર (Arjun Modhwadiya) પ્રજા માટે બંધ રાખ્યું પરંતુ અહીં થયું કે માતાજી જાણે ભાઉના દર્શન માટે મંદિર ખોલાયું હોય તેવા ઘાટ સર્જાયો છે, ત્યારે પાટીલને પાસામાં કોણ મોકલશે? સરકારની શુ મજબુરી છે કે ગુજરાત સરકાર ભાઉથી ડરે છે.

પાટીલથી સરકાર કેમ ડરે છે – મોઢવાડિયા

કોરોના સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર છે એવો સંગીન આક્ષેપ કરતા મોઢવાડિયાએ કહ્યું કે પાટીલે ગુજરાતને અસલામતી મુકવાનુ કાંમ કર્યું છે. ગુજરાતને કોરોના હોમનું કામ ભાજપ પ્રમુખ કર્યું છે. પહેલાં નમસ્તે ટ્રમ્પ અને હવે પાટીલની યાત્રાના કારણે રાજ્યમાં કોરોના ફેલાયો છે.

દેશમાં અને રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધી

દેશમાં રવિવાર અને સોમવારે એક જ દિવસમાં 90 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા ચિંતા અનેકગણી વધી ગઈ હતી. પરંતુ મંગળવારે જાહેર થયેલા આંકડામાં થોડી રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. આજે આ આંકડો 75 હજારની આસપાસ પહોંચી ગયો છે. જેથી પોઝિટિવ કેસોમાં 15 હજાર જેટલા કેસ ઓછા નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 75,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,80,423 થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો