મોડાસાની યુવા એસ્ટ્રોનોટ પ્રાચીએ 12 લધુ ગ્રહ શોધી કાઢ્યા, NASAએ કર્યું સન્માન, દીકરીને બનવું છે અવકાશ યાત્રી 

મોડાસા (Modasa) તાલુકાના બોલુન્દરા ગામની પ્રાચી મારુતભાઈ વ્યાસે એમ.એસ.સી વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે. બે પ્રોજેક્ટમાં 12થી વધુ લઘુગ્રહ શોધીને તેમજ મંગળ ગ્રહથી ગુરુ ગ્રહ વચ્ચે લઘુગ્રહના શોધની સિદ્ધિ હાંસિલ કરી છે. નાસા (NASA) દ્વારા પ્રાચીને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુંદરા ગામના પ્રાચી મારુતભાઈ વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણપત્ર મેળવ્યા છે. અગાઉ 3 મેથી 28 મે સુધી એક પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. બાદમાં 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોના અભ્યાસનો આ પ્રોજેક્ટ યુવતીએ પૂરો કર્યો છે. મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટ એટલે કે લઘુગ્રહનો પત્તાનું સંશોધન આ યુવતીએ કર્યું છે.

પ્રાચી વ્યાસના જણાવ્યા પ્રમાણે, મે મહિનામાં પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે 8 લઘુગ્રહો શોધ્યા છે. જયારે બીજા પ્રોજેક્ટના સંશોધનમાં 4 લઘુગ્રહ શોધ્યા છે. મંગળ અને ગુરુ વચ્ચે લાખો એસ્ટ્રોઇડ હોય છે. જે પથ્થર, બરફ અને હવાના હોય છે. આ એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીક આવતા હોય છે તેનું કદ સંખ્યા સહિતની સંશોધનની કામગીરી કરવામાં આવી હતી.

પ્રાચી વ્યાસને ખોજ નામની સંસ્થા મારફતે અંતરિક્ષમાં લઘુગ્રહોના અભ્યાસ માટે ફોર્મ ભર્યું હતું. દરમિયાન ઇન્ટરનેશનલ એસ્ટ્રોનીમીક્સ સર્ચ કોલોબ્રેશન અને નાસા દ્વારા સોફ્ટવેર અને ડેટા મોકલવામાં આવ્યા હતા. જેના આધારે દરરોજ પાંચથી 6 કલાક સુધી પ્રાચી દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. બાદમાં બે પ્રોજેક્ટમાં 12થી વધુ લઘુ ગ્રહો શોધીને સિદ્ધિ હાંસલ કરનાર પ્રાચી વ્યાસને સન્માન સાથે નાસાએ બે સર્ટિફિકેટ એનાયત કર્યા છે.    

મોડાસાના બોલુંદરાની પ્રાચી વ્યાસના માતા-પિતા દ્વારા સતત દીકરીનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો હતો..રાત્રીના બે વાગ્યા સુધી આકાશમાં ગ્રહોની દુનિયામાં સંધોધનમાં રહેતી દીકરીને સંપૂર્ણ સહકાર માતા-પિતાનો રહ્યો છે. દીકરીના પિતા મરુતભાઈ વ્યાસના જણાવ્યા પ્રમાણે, ધોરણ 9થી પ્રાચીને અતંરિક્ષની દુનિયાથી રસ રહ્યો છે. એમએસસી વિથ રિસર્ચનો અભ્યાસ કરી રહેલી દીકરીનું સપનું કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ અવકાશ યાત્રી બનવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો