ભયાનકઃ 19 મહિનાની દીકરીએ મોંમાં રાખ્યું મોબાઈલમાં ઉપયોગ થતી એક વસ્તુ, પછી આખા પરિવાર માટે ઉભી થઈ મુશ્કેલી

અમેરિકામાં એક મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો શૅર કરી હતી. જેમાં કેવી રીતે તેની 19 મહિનાની દીકરી સાથે એક નાનકડી ઘટનાએ બધા માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. દીકરીએ મોંમાં ફોનનું ચાર્જર નાખ્યું, જેને કારણે મોં અંદરથી બહાર સુધી બળી ગયું હતું. મહિલાએ અન્ય પેરેન્ટ્સને સતર્ક કરીને લખ્યું છે કે આ કોઈની પણ સાથે બની શકે છે. આ પોસ્ટને ત્રણ લાખથી વધુવાર શૅર કરવામાં આવી છે.

બાળકીની ગંભીર હાલત જોઈને અન્ય પેરેન્ટ્સને અલર્ટ કરી રહી છે માતા.

બાળકીના હોઠના કોર્નર બળી ગયા હતાં

ચાર્જરને કારણે બળી ગયું મોં:

ગ્લાસોમાં રહેતી કોર્ટનીની સાથે આ ઘટના ગયા વર્ષે એટલે કે 28 સપ્ટેમ્બર, 2017ના રોજ બની હતી. જ્યારે તેની દીકરીએ ફોનનું ચાર્જર પોતાના મોંમાં નાખી દીધું હતું. કોર્ટનીએ થોડીવાર બાદ દીકરીના હોઠ પર વિચિત્ર નિશાન જોયા હતાં અને તરત જ ડોક્ટર પાસે ગઈ હતી. ડોક્ટરે તરત જ જોઈને કહ્યું કે આ ઈલેક્ટ્રિકલ બર્ન છે. કોર્ટનીએ થોડીવાર બાદ યાદ આવ્યું કે દીકરીએ થોડીક સેકન્ડ માટે મોંમાં ચાર્જર નાખ્યું હતું. સામાન્ય રીતે તે દીકરીથી ચાર્જર દૂર રાખતી હતી પરંતુ તે દિવસે ઘરનો સામાન અસ્ત-વ્યસ્ત પડ્યો હતો અને તેને ધ્યાન રહ્યું નહીં. આ બધુ જ ગણતરીની સેકન્ડમાં બની ગયું હતું. કોર્ટનીએ કહ્યું હતું કે પહેલાં દિવસે ઘા થોડો ઓછો હતો પરંતુ બીજા દિવસે હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. ચોથા દિવસે હાલત વધુ ખરાબ થઈ હતી.

દીકરીની હાલત દિવસે દિવસે ખરાબ થઈ હતી

સોશ્યિલ મીડિયામાં કર્યું હતું શૅરઃ

કોર્ટનીએ પહેલાં મહિલાઓના ગ્રૂપમાં આ ઘટના સાથે જોડાયેલી માહિતી તથા દીકરીની તસવીરો શૅર કરી હતી. શૅર કર્યાં બાદ કોર્ટનીને ખ્યાલ આવ્યો કે પેરેન્ટ્સને ચાર્જર કેવું નુકસાન સર્જી શકે છે, તેનો અંદાજો જ નથી. આવામાં કોર્ટનીએ ફેસબુક પર લાંબી પોસ્ટ શૅર કરી અને તસવીરો પણ પોસ્ટ કરી. જેથી તે અન્ય પેરેન્ટ્સને સતર્ક કરી શકે. તેણે પોસ્ટમાં આખી ઘટના વર્ણવી હતી અને કહ્યું હતું કે આવું કોઈની પણ સાથે થઈ શકે છે. આવામાં દાદા-દાદી, પેરેન્ટ્સ, કેરટેકર, આયા તમામે બાળકોને ચાર્જરથી દૂર રાખવા જોઈએ. કોર્ટનીએ અપીલ કરી હતી કે તેની દીકરી નસીબદાર હતી, જેથી સામાન્ય ઈજા થઈ પરંતુ આવું દર વખતે થાય તે જરૂરી નથી. આ પોસ્ટને ત્રણ લાખથી પણ વધુવાર શૅર કરવામાં આવી હતી.

ચાર દિવસ બાદ હાલત વધુ ગંભીર થઈ ગઈ હતી
ગ્લાસગોમાં રહેતી કોર્ટનીની સાથે આ ઘટના ગયા વર્ષે એટલે કે 28 સપ્ટેમ્બર, 2017ના રોજ બની હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો