પાટણના રાધનપુરમાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થયાની ઘટના આવી સામે, ખિસ્સામાં જ મોબાઈલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ વિડિયો

મોબાઈલમાં બ્લાસ્ટ (mobile blast) થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના રાધનપુરમાં (Radhanpur) પણ બની હતી. અહીં દુકાનની અંદર બેઠેલા ગ્રાહકના ખીસ્સામાં જ મોબાઈલમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. ત્યારબાદ ગ્રાહકની સતર્કતાથી મોબાઈલને દુકાન બહાર ફેંક્યો હતો અને ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી (mobile blast ccitv video) કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે રાધનપુરમાં આવેલા માનસી મોટર ગેરેજમાં ભાડિયા ગામના રાયચંદભાઈ ઠાકરો આવ્યા હતા. તેઓ દુકાનમાં બેઠા હતા અને દુકાનદાર પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરતા હતા. આ વાતોનો દોર ચાલતો હતો તે સમયે રાયચંદભાઈના બુસટના ખીસ્સામાં રાખેલા મોબાઈલમાં અચાનક ધૂમાડા નીકળવા લાગ્યા હતા.

મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જ રાયચંદભાઈએ મોબાઈલને ખીસ્સામાંથી કાઢીને બહાર ફેંક્યો હતો અને લાત મારીને દુકાન બહાર ધકેલ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જોકે, આ ઘટનામાં દુકાનમાં રહેલા લોકોને કોઈ ઈજાઓ પહોંચી ન્હોતી. પરંતુ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી.

રાધનપુરમાં બનેલા આ ઘટના મોબાઈલ વાપરતા લોકો માટે ચેતવણી રૂપ ઘટના હતી. મોબાઈલ બ્લાસ્ટનો આ વીડિયો સીસીટીવીમાં કેદ થતાં આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

માનસી મોટર ગેરેજના માલિક પપ્પુભાઈ ઠક્કરે આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આજે શુક્રવારે સવારે 10 વાગ્યાના અસરામાં દુકાનમાં કામ કરવા માટે રાયચંદભાઈ ઠાકોર આવ્યા હતા. ત્યારે તેમના મોબાઈલમાં આગ લાગી ગઈ હતી. જેથી તેમણે મોબાઈલને નીચે ફેંકીને દુકાન બહાર નાંખ્યો હતો.

અને દુકાન બહાર મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આમ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન્હોતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં એક તરુણીએ પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના પણ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો