મોબાઈલની લતના કારણે 10% બાળકોની આંખ ત્રાસી થઈ, 18% બાળકોનું વિઝન નબળું પડ્યું
કોરોનાની મહામારીને લઈને બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે રાજ્યની શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓના ઘરે લેપટોપ કે, કોમ્પ્યુટર નથી તેવા વિદ્યાર્થીઓ સ્માર્ટફોનની મદદથી ભણી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે બાળકો માટે મોબાઈલ ખૂબ જ હાનિકારક છે. મોબાઈલની અસર માત્ર બાળકોના મગજ પર જ નહીં પરંતુ વધુ મોબાઈલ વાપરવાના કારણે બાળકોની આંખને પણ ઘણું નુકસાન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
થોડા મહિના પહેલા કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર વાત કરીએ તો રાજ્યની અલગ-અલગ આઈ સ્પેશિયાલિસ્ટ પાસેથી મળેલા આંકડાઓ અનુસાર કે, તેઓની પાસે જે દર્દીઓ આવે છે તેમાંથી મોટા ભાગે 30 ટકા લોકોની આંખો વધારે મોબાઇલ સ્ક્રીન સામે જ હોવાના કારણે સુકાઈ ગઈ છે અને તેમાંથી સૌથી વધુ અસર 1 વર્ષથી લઈને 16 વર્ષના બાળકોને થઈ રહી છે .મોબાઈલના કારણે અંદાજે 18 ટકા જેટલા બાળકોનું વિઝન ખૂબ જ ઝડપથી ઓછું થઈ રહ્યું છે. તો કેટલાક કિસ્સાઓમાં તો વધારે પડતા મોબાઇલના ઉપયોગના કારણે 10 ટકા બાળકોના આંખની કીકીઓ પણ ત્રાસી થઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. એક આઈ સ્પેશિયાલિસ્ટ જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષમાં મોબાઈલના કારણે આંખોમાં અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ થઇ હોય તેવા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.
બાળકો પર મોબાઇલના ઉપયોગના કારણે પડતી અસરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં રહેતો નવ વર્ષનો એક બાળક રોજ 3થી 4 કલાક મોબાઈલનો ઉપયોગ કરતો હતો. આ બાળકને મોબાઈલમાં ગેમ અને કાર્ટૂન રમવાની ટેવ પડી ગઈ હતી. 3થી 4 કલાક પ્રતિદિવસ મોબાઈલમાં ગેમ રમતો હોવાથી બાળકના વિઝનમાં ચેન્જ આવ્યો હતો અને તેને આંખોની તકલીફ વધવા લાગી હતી. બાળક જ્યારે શાળાએ ભણવા માટે જતો હતો ત્યારે તેને ભણવામાં પણ તકલીફ પડતી હતી. તેથી તે શિક્ષકને જણાવતો હતો. શિક્ષકે આ બાબતે વિદ્યાર્થીના માતા-પિતાને કહેતા તેઓએ વિદ્યાર્થીઓને આંખનું ચેકઅપ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, 9 વર્ષની ઉંમરે જ વધારે પડતો મોબાઈલ વાપરવાના કારણે બાળકની આંખોનું આલાઇન્ટ ખોરવાઈ રહ્યું છે અને ઓપરેશન બાદ તેની આંખો સીધી કરવામાં આવી છે. નવ વર્ષના બાળકના ઓપરેશન બાદ તેના માતા-પિતાએ તેને મોબાઇલ આપવાનો બંધ કર્યો છે.
તો બીજો કિસ્સો અમદાવાદના 6 વર્ષની બાળકીનો છે. 6 વર્ષની બાળકી રોજ 5થી 6 કલાક મોબાઇલમાં ગેમ રમતી હતી. તેથી તેને લખવામાં તકલીફ પડતી હતી. આ ઉપરાંત જે સમયે માતા-પિતા જુના ફોટા જોઈ રહ્યા હતા. તે સમયે દીકરીના જન્મદિવસ પર લેવાયેલા ફોટોમાં દીકરીની આંખ ત્રાસી હોવાનું જાણવા મળતા તેઓએ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યું હતું ત્યારબાદ ડૉક્ટરના કહેવા અનુસાર બાળકીને ચશ્મા પહેરાવ્યા હતા પરંતુ ડૉક્ટરનું કહેવું છે કે, જો છ મહિનામાં બાળકીને ચશ્માંથી ફરક નહીં પડે તો તેની સર્જરી કરવી પડશે.
ત્રીજો કિસ્સો બોટાદનો છે. જેમાં 5 વર્ષનો બાળકને રોજ મોબાઇલમાં 5થી 7 કલાક ગેમ રમતો હતો અને જેના કારણે મોબાઇલમાં સતત જોવાથી 5 વર્ષના બાળકની આંખો ત્રાસી થવા લાગી હતી. જ્યારે બાળકના માતા-પિતા બાળકની આંખોની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવા આવ્યા ત્યારે ડૉક્ટરોને જાણવા મળ્યું હતું કે, બાળક વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરતો હોવાથી તેની આંખો ત્રાસી થઈ ગઈ છે. બાળકને જો આંખ સીધી રાખવી હોય તો તેને બાયફોકલ ચશ્મા પહેરવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

