આણંદમાં સર્વેની કામગીરી માટે ગયેલ બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ કર્યો હુમલો, પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીનાં મકાનથી ત્રણ કિલોમીટરની ત્રિજયામાં મેડીકલ સર્વે કરવા માટે આણંદનાં આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેરનાં ભાલેજ રોડ પર આવેલી અલેફ પાર્ક સોસાયટીમાં જતા સોસાયટીનાં રહીસો દ્વારા મેડીકલ સર્વે માટે ગયેલી ટીમનાં સભ્યોને ધેરી લઈ ગાળો બોલી તેઓને સોસાયટીની બહાર નિકળી જાવ તેમ કહી સરકારી ફરજ બજાવવામાં અડચણ ઉભી કરતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીએમ મોદી, સીએમ રૂપાણી, રાજ્ય પોલીસ વડા સહિત તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે આરોગ્યવિભાગના કર્મચારીઓ તેમનો જીવ જોખમમાં મૂકીને તમારી સેવા કરી રહ્યા છે. તેવામાં તેઓને હેરાન કે હુમલો ન કરો. તેમ છતાં છાશવારે આવાં કિસ્સાઓ સામે આવતાં જ રહે છે. આણંદમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ લઘુમતી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે ગઈ હતી.

આણંદ શહેરમાં પાધરીયા વિસ્તારમાં મંગળવારે કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ આ વિસ્તારનાં ત્રણ કિલોમીટરની ત્રીજયામાં આવેલા વિસ્તારમાં મેડીકલ સર્વેલન્સ કરવાનું હોઈ આણંદ આરોગ્ય વિભાગનાં સેનેટરી ઈન્સપેકટર કલ્પેશભાઈ મણીલાલ પટેલ,અન્ય સ્ટાફ સાથે સાત જણાની ટીમ ભાલેજ રોડ પર આવેલા અલેફ પાર્ક,સબીનાં પાર્ક,જવાહર નગર બિસ્મિલ્લા નગર,રહિમાનગરમાં ડોર ટુ ડોર ફરીને સરદી,ખાંસી તાવ અથવા કોરોનાનો સંકાસ્પદ કેસ હોય તેની તપાસ અને સર્વે માટે નિકળ્યા હતા ત્યારે અલેફ પાર્કમાં જઈ ધરે ધરે ફરીને સર્વે કરી રહ્યા હતા,સોસાયટીમાં રહેતા ૬૦ થી ૭૦ લોકો એકત્ર થઈ ગયા હતા અને અમારે કસુ લખાવવાનું નથી ,તમે અમારી સોસાયટીમાંથી ચાલ્યા જાવ તેમ કહી ગાળો બોલીને આરોગ્ય કર્મચારીઓનાં આઈ કાર્ડ જાઈ તેમજ તેઓનાં ફોટા પાડીને સરકારી ગાડી આંતરી લીધી હતી.

લોકોનાં ટોળાએ આરોગ્ય કર્મચારીઓને તમારા અધિકારીને બોલાવો ત્યાં સુધી તમને અહીયાંથી જવા દઈશું નહી તેમ કહી અસભ્યતાભર્યું વર્તન દાખવી સરકારી ફરજ બજાવતા અવરોધ ઉભો કરતા ટીમે સુપરવાઈઝર કિરણભાઈ રાવલને ફોન કરી બોલાવતા તેઓ દોડી આવ્યા હતા અને દરમિયાન ટોળુ આવી જતા ટોળુ ત્યાંથી ભાગી ગયું હતું. જેથી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે કલ્પેશભાઈ મણીભાઈ પટેલની ફરીયાદનાં આધારે ૬૦ થી ૭૦ જણનાં ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો