સુરતના સવજીભાઈ ધોળકીયાએ પોતાના પૈતૃક ગામને આપી અનોખી ભેટ

હીરાના વેપારી સવજીભાઈ ધોળકીયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સવજીભાઈ માત્ર પોતાના કર્મચારીઓ પ્રત્યે જ દિલેર નથી પરંતુ પોતાના પૈતૃક ગામ પ્રત્યે પણ તેમની લાગણી અને સમર્પણ પ્રેરણાદાયક છે. અમરેલી જિલ્લાના દૂધાળા ગામના લોકો એક સમયે પાણી માટે વલખા મારતા હતા, ત્યારે સવજીભાઈએ પોતાના પૈતૃક ગામમાં આજે 45 તળાવો બનાવડાવી દીધા છે. સવજીભાઈનું લક્ષ્ય ગામમાં 70 તળાવો બનાવવાનું છે અને બાકીના 25 તળાવો તે આ જ વર્ષમાં બનાડાવી દેશે.

હકીકતમાં સવજીભાઈ પોતાના ગામ માટે જે પણ કંઈ કરી રહ્યા છે તેની પ્રેરણા તેમની માતા છે. તેઓ કહે છે મહિલાઓને હીરો ખૂબ પસંદ છે, પરંતુ તેમની માતાને આ ચમકદાર પથ્થર નહોતો જોઈતો. તેમની ઈચ્છા હતી કે થોડો વરસાદ પડે જેથી ગામના લોકો પાણી માટે ન તરશે. આજે 6000 કરોડની સંપત્તિના માલિક સવજી ધોળકીયા દુષ્કાળના કારણે જ બાળપણમાં અભ્યાસ છોડીને આજીવિકા માટે ગામથી દૂર સુરત આવવું પડ્યું હતું. આ કારણે જ સવજીભાઈએ પોતાની કંપની સાથે જ ગામની સમસ્યા દૂર કરશે તેવું નક્કી કરી લીધું હતું.

સવજીભાઈ કહે છે, આ પોતાના પૈતૃક ગામને પાછું આપવાનો સમય છે. મારી માતા જ મારી પ્રેરણા રહી છે અને તેમના સપનાને હું પૂરા કરી રહ્યો છું. સવજીભાઈ જણાવે છે, મેં 15 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદી પાણીના સંગ્રહ માટે એક પ્રાઈવેટ ટ્રસ્ટને 33 લાખ રૂપિયા દાન કર્યા હતા. પણ પછી મને લાગ્યું કે આ પૂરતું નથી. તેના કરતાં વધારે સારું રહેશે હું ગામમાં તળાવો ખોદાવી દઉં. આ બાદ મેં પોતાના ગામથી તેની શરૂઆત કરી અને 1.5 કરોડ રૂપિયા ખર્ચીને શરૂઆતમાં 5 તળાવ બનાવડાવ્યા. તેની તરત અસર દેખાવા લાગી અને ગામ લોકોની મુશ્કેલીઓ દૂર થવા લાગી.

પોતાના ગામની સાથે સવજીભાઈ ધોળકીયા ફાઉન્ડેશન અંતર્ગત આસપાસના અન્ય ગામોની પણ પાણીની મુશ્કેલીઓ દૂર કરી રહ્યા છે. આ માટે ફાઉન્ડેશન તરફથી ગામ લોકોને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. સવજી ભાઈ કહે છે, ગામમાં જે 45 તળાવ બન્યા છે, તેને બનાવવા માટે 2500થી વધારે લોકો અમારી સાથે જોડાયા. બીજી તરફ દૂધાળા ગામના લોકો પણ સવજીભાઈના આ કામની પ્રશંસા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો