ભુજમાં કુદરતનો ચમત્કાર! માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી પોતે આપવા લાગી દૂધ

આ છે કુદરતનો ચમત્કાર (miracle of nature) માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી (nine-month-old calf drinking breast milk) પોતે પણ દૂધ આપે છે. ભુજમાં (miracle of nature in Bhuj) પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતાં માલધારી પરિવાર (Maldhari family nine month calf) પાસે નવ મહિના અગાઉ જન્મેલી ગાયની વાછરડી દૂધ (nine months ago born Cow calf Give milk) આપતી થઈ જતા આશ્ચર્ય સર્જાયું હતું. આ વાછરડી ખરીદવા માટે 55000થી 70,000 રૂપિયાની ઓફર કરાઈ હતી.

સામાન્ય રીતે ગાય છે એ એક એવું પશુ છે જે ચાર વર્ષ બાદ વાછરડી વાછરડાને જન્મ આપવા લાયક બને છે અને વાછરડી કે વાછરડું જન્મ્યા બાદ એકથી દોઢ વર્ષ સુધી તે ગાયનું દૂધ પિતું હોય છે. પરંતુ ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતા અને સરપટ નાકા પાસે ગાયોનો વાડો ધરાવતા રાશિદ સમા નામના માલધારી પાસે નવ મહિના પહેલા જન્મેલી એક વાછરડી છેલ્લા એક દોઢ મહિનાથી દૂધ આપતી થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે.

આ ઉપરાંત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી પાસે 25 જેટલી દેશી કાંકરેજ નસલની ગાયો છે. આ વાછરડી છે તેનું નામ કાબર રાખવામાં આવ્યું છે અને તેની મા છ મહિના ગાભણી છે અને તેનું દૂધ આ વાછરડી પીવે છે અને પોત પણ દૂધ આપે છે ક્યારેક એક વાટકો તો ક્યારેક બે વાટકા દૂધ આપે છે.

આ વાછરડીને જોવા માટે અનેક લોકો આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પશુ દવાખાનાના તબીબો તપાસ પણ કરી ચૂક્યા છે અને નવ મહિનાની વાછરડીને દૂધ આપતી જોઈ તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

કુદરતના કરિશ્મારૂપ આ ઘટના અંગે માલધારી એવા રાશિદ સમાએ જણાવ્યું હતું કે તેની આ વાછરડી ખરીદવા માટે 55000થી 70,000 રૂપિયાની ઓફર પણ આવી છે પરંતુ તે કોઇપણ કાળે આ વાછરડીને વેંચવા માંગતો નથી.

આમ પશુચિકિત્સક પણ આ કુદરતના કરિશ્મા અંગે કંઈ જવાબ આપી શક્યા નહોતા તથા 60 વર્ષથી આ પશુપાલન સાથે સંકળાયેલા માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્મા થી આશ્ચર્યચકિત થયા છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો