અમદાવાદ: વાહન લઈ સ્કૂલે જતાં 100 સગીર દંડાયા, પ્રત્યેકને રૂ. 2 હજારનો દંડ, વાલીઓને ઘરેથી બોલાવી પોલીસે રૂ.2 હજાર લેખે 2 લાખનો દંડ વસૂલ્યો

સગીર વયના બાળકોને વાહન ચલાવતા રોકવા માટે ટ્રાફિક પોલીસે બુધવારે પશ્ચિમ અમદાવાદમાં અંડર એ જ ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસે જુદી જુદી સ્કૂલોની બહારથી 100 બાળકોને લાઈસન્સ તેમજ કાગળો વગર પકડયા હતા. આ બાળકો પાસેથી રૂ.2 હજાર લેખે રૂ.2 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જો કે બાળકો પાસે આટલા બધા પૈસા નહીં હોવાથી દરેકના માતા – પિતાને બોલાવવામાં આવ્યા હતા અને દંડ ભરાવવામાં આવ્યો હતો. જ્યારે 41 બાળકોએ દંડ નહીં ભરતા તેમના વાહન ડિટેઈન કરાયા હતા.

પશ્ચિમ અમદાવાદની તમામ સ્કૂલો – ટ્યૂશન કલાસીસની બહાર ચેકિંગ 

આ વિશે વાત કરતા પશ્ચિમ અમદાવાદના ટ્રાફિકના ડીસીપી અજીત રાજયને જણાવ્યું હતુ કે બુધવારે સવારથી જ પશ્ચિમ અમદાવાદની તમામ સ્કૂલો – ટ્યૂશન કલાસીસની બહાર ટ્રાફિક પોલીસના જવાનો ગોઠવાઈ ગયા હતા. આ ડ્રાઈવ અંડર એજ ના બાળકો માટે જ યોજવામાં આવી હોવાથી સ્કૂલ શરુ થવાના સમયે તેમજ છુટવાના સમયે વાહન લઇને આવતા – જતા બાળકોને રોકવામાં આવ્યા હતા.જેમાં 100 બાળકો વાહન સાથે પકડાયા હતા. જો કે તેમની પાસે લાઈસન્સ તેમજ વાહનના કાગળો નહીં હોવાથી તેમના માતા – પિતાને બોલાવીને તેમને સ્થળ દંડનો રૂ.2 હજારનો મેમો આપીને દંડ ભરાવડાવ્યો હતો. આમ 100 બાળકો પાસે રૂ.2 લાખ દંડ ભરાવાયો હતો. દંડ ન ભરી શકનારા 41ના વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા.

હિમાલયા મોલ પાસે પોલીસનાં વાહનો ટો ન કરતાં સ્થાનિકોએ હંગામો કર્યો

ડ્રાઈવ ઈન હિમાલયા મોલ પાસે બુધવારે બપોરે ટ્રાફિક પોલીસની ક્રેન વાહનો ટો કરવા આવ્યા હતા. તે સમયે ત્યાં આડેધડ પાર્ક કરેલા વાહનો ક્રેનમાં ટો કરીને મૂકી દેવાયા હતા. પરંતુ તેની લાઈનમાં જ એક સરકારી પોલીસનું બાઈક અને તેની બાજુમાં પોલીસ લખેલા ખાનગી 2 બાઈક પાર્ક કરેલા હતા. પરંતુ ટોઈંગ સ્ટાફે તે બાઈક ટો કર્યા ન હતા. જેથી લોકો ભેગા થઇ ગયા હતા અને તે બાઈકો ટો કરવા હોબાળો કર્યો હતો.

ત્રણ સવારીમાં જતાં 382 ચાલકોને પકડી 100-100 રૂપિયા દંડ વસૂલાયો

ટ્રાફિક પોલીસે લાઈસન્સ વગરના વાહનચાલક અને 3 સવારી એમ 3 પ્રકારના વાહનચાલકો વિરુદ્ધ ડ્રાઈવ યોજી હતી. 482 કેસ કરીને સ્થળ પરથી રૂ.2.36 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં 100 અંડર એજ ને બાદ કરતા 382 જેટલા વાહનચાલકો 3 સવારીમાં પકડાતા તેમની પાસેથી રૂ.100 – 100 લેખે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો