અમદાવાદમાં કાચી ઉંમરમાં પાંગર્યો પ્રેમ, ‘પરિવાર સુઈ જતા અડધી રાત્રે સગીરા પહોંચી સગીર મિત્રના ત્યાં ને પછી…’

કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી પણ જ્યારે સગીર વયની ઉમરમાં બાળકો આ ભૂલ કરી બેસે ત્યારે પરિવારજનોને દુવિધા ઉભી થતી હોય છે. આવી જ એક ઘટના કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં સામે આવી છે. જ્યાં એક સગીરા પહેલા એક સગીર સાથે મિત્રતા હોવાથી વાતચીત કરતી હતી, પણ પરિવારે ઠપકો આપતા વાત બંધ કરી હતી. બાદમાં સગીરે આ સગીરાને વાત કરવા દબાણ કરી વાત નહિ કરે તો હાથની નસ કાપી નાખીશ, તેવી ધમકી આપતા બને વચ્ચે ફરી વાતો શરૂ થઈ હતી.

ત્યારે એક દિવસ મળવાનું નક્કી કરતા સગીરાએ પરિવારજનો સુઈ જાય પછી મળવા આવશે, કહીને મધરાત્રે સગીર મિત્રના ઘરે મળવા પહોંચી પણ પિતાનો ફોન આવતા તે ગભરાઈ ગઈ અને બાદમાં સગીર મિત્ર સાથે ગાંધીનગર પહોંચી ગઈ હતી. પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસે લોકેશન ટ્રેસ કરી બને સગીર સગીરાને ગાંધીનગરથી લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ વાત વચ્ચે અડધી રાત્રે ઘરેથી નીકળેલા સગીર સગીરાને પોલીસે કેમ ન રોક્યા અને કેવી રીતે અડધી રાત્રે બસમાં બેસીને પહોંચ્યા તે સવાલ થઈ રહ્યો છે.

મૂળ ભાવનગરના અને હાલ ઠક્કરનગરમાં રહેતો 44 વર્ષીય યુવક નિકોલમાં હીરા ઘસવાનું કામ કરે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. ગત ૨૨મીના રોજ રાત્રે જમી પરવારી તેઓ પરિવાર સાથે સૂઈ ગયા હતા ને ૨૩મીના સવારે સાડા ચાર વાગે આ યુવકની પત્ની જાગી ગઈ હતી અને તેઓને જગાડીને કહ્યું હતું કે, તેમની 15 વર્ષની દીકરી ઘરમાં પથારીમાં નથી. જેથી તેઓએ તેમની દીકરીની ઘરની આજુબાજુમાં તપાસ કરતાં તેમની દીકરી મળી આવી ન હતી અને તેના મોબાઇલ ફોન પણ મળી આવ્યો ન હતો. ત્યારે તેના ફોન નંબર ઉપર ફોન કરતા ફોનમાં રીંગ વાગતી હતી પરંતુ દીકરી એ ફોન ઉપાડ્યો ન હતો. જેથી આ યુવક સાયકલ લઈને આજુબાજુમાં તપાસ કરતા તેમને દીકરી મળી આવી ન હતી. ત્યારબાદ આ યુવકે તેમના સાળાને બાઇક લઇને બોલાવ્યા હતા અને બન્ને જણાએ આખો દિવસ તેની શોધખોળ કરી હતી. યુવકની દીકરીને અગાઉ તે ક્લાસમાં ભણતા એક સગીર સાથે અવારનવાર ફોનથી વાતચિત કરતી હોવાથી તેને દોઢેક વર્ષ પહેલા ઠપકો આપ્યો હતો. જેથી આ યુવકને શંકા ગઈ હતી કે તેમની દીકરીને આ સગીર લઈ ગયો હશે.

પિતા સગીરના ઘરે પણ પહોંચ્યા હતા. જ્યાં સગીરના માતા-પિતા હાજર હોવાથી તેઓને તેમના દીકરા બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે, કોઈપણ વાતચીત કર્યા વગર તે નીકળી ગયો છે. બાદમાં મોડી રાત સુધી આ યુવકે તેમની દીકરીની શોધ ખોળ કરી હતી. 24મીની વહેલી સવારે આ યુવક તેમના સાળા સાથે દીકરીને શોધખોળ કરવા નીકળ્યા હતા અને બાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ કરતાં દીકરીનો મોબાઈલ નંબર ચાલુ હોવાથી તેનું લોકેશન ચેક કરતાં ગાંધીનગર ખાતેનું લોકેશન મળી આવ્યું હતું. જેથી પોલીસ સાથે મળી આ તમામ લોકો ગાંધીનગર ઘ-4 ના લોકેશન વાળી જગ્યાએ તપાસ કરતા આ યુવકની સગીર વયની દીકરી બગીચામાં તેના સગીર મિત્ર સાથે મળી આવી હતી.

પોલીસે બંનેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ શરૂ કરી હતી. જ્યાં સગીર અને સગીરાની પૂછપરછ કરતા આ સગીરાએ જણાવ્યું કે, તેના મિત્રએ તેને કહેલું હતું કે, ‘જો તું વાત નહીં કરે તો હું મારી નસ ઉપર બ્લેડ મારી દઈશ’. જેથી આ સગીરાને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. બાદમાં તેઓ અવારનવાર વાતચીત કરતા હતા ત્યારે ૨૨મીના રોજ સવારે સગીરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રાત્રે એક વાર મને મળવા માટે આવ. જેથી સગીરાએ કહ્યું હતું કે, ઘરે બધા સુઈ જાય પછી હું મળવા આવીશ. રાત્રે એકાદ વાગે સગીરા સુઈ ગઈ હતી અને ત્રણ વાગ્યે જાગી ગઈ અને બાદમાં આ સગીર ને મળવા તેના ઘરે ગઈ હતી. ત્યારે સગીર તેના ઘરમાં સૂતો હતો અને દરવાજો ખુલ્લો હોવાથી બૂમ પાડતા તે ઉઠી ગયો હતો.

તેણે કહ્યું કે, બંને જણા વાતચીત કરતા હતા તે વખતે સગીરાના પપ્પા નો ફોન આવી જતા તે ગભરાઈ ગઈ હતી. અને સગીરાએ આ સગીરને જણાવ્યું કે, તેના પિતાને ખબર પડી ગઈ છે ઘરે જશે તો ઠપકો આપશે તેમ કહેતા સગીરે સગીરાને ઘરે જવાની ના પાડી ઘરે રહેવું છે કે, બહાર જવું છે તેમ પૂછ્યું હતું. જેથી સગીરાએ ઘરે જવાની ના પાડી બહાર જવું હોવાનું કહેતા બને ત્યાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા અને ગાંધીનગરની બસમાં અડધી રાત્રે કરફ્યુ ના સમયમાં બેસી ગાર્ડનમાં ગયા હતા. બંને સગીર અને સગીરા આખો દિવસ ગાર્ડનમાં બેસી રહ્યા હતા અને રાત્રે પણ ત્યાં જ બેસી રહ્યા હતા. જેથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે સગીરાના પિતાએ અપહરણનો ગુનો નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો