હાથરસ ગેંગરેપ પીડિતાના સગીર ભાઈએ ખેતરોમાં છુપાઈને મીડિયા સુધી પહોંચી કર્યા સનસનીખેજ ખુલાસા; કહ્યું- અમને બંધક બનાવવામાં આવ્યા, મોબાઈલ પણ છીનવી લીધો
હાથરસમાં થયેલ ગેંગરેપ પીડિતાના પરિવારે તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે તેમને કોઇની પણ સાથે મળવા મથી દેવામાં આવી રહ્યા. તેમના ઘર, શેરી અને છત પર પોલીસ તૈનાત કરી છે. પોલીસે સમગ્ર ગામ બુલગઢીની નાકાબંધી કરી છે. પરિવારના મોબાઇલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા છે. મીડિયા સાથે વાત ન કરવા બદલ ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે ગેંગરેપ પીડિતાનો સૌથી નાનો ભાઈ ખેતરોમાંથી છુપાતો-છુપાતો મીડિયા સુધી પહોંચ્યો હતો.
પીડિતાના ભાઈએ કહ્યું કે તે ઘાસ કાપવાનું બહાનું બનાવીને ઘરની બહાર આવ્યો અને ખેતરોમાં છુપાઈને ગામથી દોઢ કિમી દૂર મીડિયા સુધી પહોંચ્યો. તેણે કહ્યું, ‘પરિવારના સભ્યોના તમામ મોબાઇલ ફોન બંધ કરાવી દીધા છે અને પોલીસે પોતાની પાસે રાખ્યા છે. પોલીસકર્મીઓએ મારા મોટા બાપુજી સાથે મારપીટ કરી હતી. તેમનો એટલો જ દોષ હતો કે તેઓ મીડિયાકર્મીઓ સાથે વાત કરવા માંગતા હતા. પોલીસ અમને બહાર આવવા દેતી નથી, કે મીડિયાને અંદર આવવા દેતી નથી.
પરિવારે આરોપ લગાવ્યો છે કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ મૃતદેહને મુખાગ્નિ આપ્યા પછી ત્રીજા દિવસે ચિતાની રાખને લઈને અસ્થિઓ નદીમાં પધારવવામાં આવે છે. પરંતુ, પોલીસે હજી સુધી આવું કરવા દીધું નથી. પરિવાર ઘરની બહાર પણ નીકળી શકતો નથી.
બીજી તરફ એડિશનલ એસપી પ્રકાશ કુમારે કહ્યું કે જ્યાં સુધી એસઆઈટી સંપૂર્ણ તપાસ નહીં કરે ત્યાં સુધી મીડિયાને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, અને રાજકીય પક્ષના કોઈ પણ નેતાને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આખો મામલો શું છે?
હાથરસ જિલ્લાના ચાંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરના રોજ 4 લોકોએ 19 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આરોપીએ મહિલાની કરોડરજ્જુ ભાંગી નાંખી હતી અને તેની જીભ પણ કાપી નાંખી હતી. પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

