ઇન્સ્ટા પર રિલ્સ બનાવીને મૂકતા યુવકો માટે ચેતવણીરૂપ ઘટના: અમદાવાદમાં ટ્રેન પર ચડી વીડિયો ઉતારવા જતાં ઈલેક્ટ્રિક વાયરને અડકી જતાં 17 વર્ષના છોકરોનું થયું મોત

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને મૂકતા હોય તેવા યુવકો અને તેના મા-બાપે ચેતવણીરૂપ ઘટના રાણીપમાં બની છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા 15 વર્ષના સગીરે રેલવે ટ્રેક પર ઊભેલી ગુડ્ઝ ટ્રેનના વેગન પર ચઢીને ઈન્સ્ટાગ્રામની પોસ્ટ માટેની રિલ્સ બનાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

પ્રેમ ધો. 12માં અભ્યાસ કરતો હતો
સગીર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે ગુડ્ઝ ટ્રેન પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગતા સગીર નીચે પટકાયો અને ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેની સાથેના મિત્રે તાત્કાલિક તેના ઘરે જઈ જાણ કરતા દાદા પણ દોડી આવ્યા અને હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાણીપમાં ઘનશ્યામવાડી સામે આવેલી પદ્માવતી સોસાયટી વિભાગ-2માં પ્રેમ જયકુમાર પંચાલ (ઉ.વ.15)નામનો સગીર પરિવાર સાથે રહેતો હતો. પ્રેમ ધો. 12માં અભ્યાસ કરતો હતો.

અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો
પ્રેમ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું એકાઉન્ટ ધરાવતો હતો. પ્રેમને રિલ્સ બનાવવાનો શોખ હોવાથી અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો. સોમવારે સાંજે પ્રેમ તેના મિત્ર સાથે ઘરેથી રિલ્સ બનાવવા માટે નીકળ્યો હતો. અગાઉ પણ મૃતકે રેલવે-ટ્રેક પર વીડિયો બનાવ્યા હતા.જેના કારણે અતિ વિશ્વાસમાં આવી જતાં આખરે જીવ ખોવા વારો આવ્યો છે. રંગીલામાં આમીરખાને શરત મારીને ચાલુ ટ્રેનની સામે દોડયો હતો તેમજ કીક ફિલ્મમાં સલમાન ખાન સામેથી ટ્રેન આવતી હોય ત્યારે તે સાયકલ લઇને જતો હોય છે. આવા સીન્સ વાસ્તવિક જિંદગીમાં અનુકરણ કરવા જતાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

પ્રેમ પંચાલ અનેક પ્રકારના રીલ્સ બનાવતો હતો
મૃતક પ્રેમ પંચાલે અગાઉ પણ અનેક વીડિયો બનાવ્યા છે. બે દિવસ પહેલાં જ તેણે જગતપુર કે રાણીપ આસપાસમાં રેલવે-ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો. રેલવે-ટ્રેક પર ચાલતો વીડિયો બનાવી તેણે અપલોડ કર્યો હતો. આમ કંઈક નવું કરવાના ચક્કરમાં જ તેની સાથે દુર્ઘટના સર્જાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો