એક સમયના સુરતના ખ્યાતનામ મીલ માલિક અને લાખોની કમાણી કરનાર વેપારી આજે રસ્તા પર ઊંઘવા બન્યા મજબૂર, જાણો કેમ?

સુરતમાં એક સમયે ટેક્સટાઇલમાં લાખો રૂપિયાની કમાણી કરનાર વેપારીની આજે એવી હાલત છે કે, પોતાની કમાણીના 3 ફ્લેટ હોવા છતાંય રસ્તા પર એક ગરીબ મજબૂર ભિખારીની જેમ દિવસ વિતાવવા પડી રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે, તેમને બે પુત્ર હોવા છતાંય રસ્તા પર સૂવાનો વારો આવ્યો છે, આખરે મજબૂર બનેલા પિતાએ ભરણ પોષણ માટે કોર્ટમાં ફરિયાદ કરી છે.

સુરતમાં ટેક્સટાઇલના ધંધા દરમિયાન ખાસ્સી એવી નામના મેળવેલ અને ખાસ્સુ એવુ કમાનારા વેપારીને વૃધ્ધા અવસ્થામાં રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે. આ 62 વર્ષિય વૃદ્ધ વેપારી જેમનું નામ પ્રવિણભાઈ સિંગાપુરી છે, તેઓએ જે તે સમયે કમાણી કરી 3 ફ્લેટ વસાવ્યા હતા. જોકે પોતાના બે પુત્રને સેટ કરવા અને તેમને ધંધામાં રૂપિયાની જરૂર હોવાને લઇને ત્રણેય ફલેટ મોર્ગેજ લોન કર્યા હતા, અને બેન્કમાંથી લોન લીધી હતી, પણ વૃદ્ધ આ લોનના હપ્તા ભરી શક્યા નથી, જેને લઇને બેન્ક દ્વારા ફ્લેટ સિલ મારવામાં આવ્યા હતા.

ફ્લેટ પર લીધેલી લોન બન્ને પુત્રોએ અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. વૃધ્ધા અવસ્થાના લીધે વૃદ્ધ વધુ કમાઈ ન શકતા લોનની રકમ ભરપાઈ થઈ શકી ન હતી. પુત્રો દર મહિને 70 હજાર કમાતા હોવા છતા લોન ભરવામાં કોઈ મદદ ન કરી. વાત આટલે નથી અટકતી બંને પુત્રોએ પિતાની ગરજ પુરી થયા બાદ પોતાની સાથે ન રાખ્યા અને રસ્તા પર રજળતા મૂકી દીધા.

આજે આ વૃદ્ધ રસ્તા પર રહીને ભિખારી જેવું જીવન વિતાવી રહ્યા છે, એક સમયે જ્યારે આલીશાન જિંદગી જીવતા હતા તેમને હાલ રસ્તા પર સૂવાનો વારો આવ્યો છે. આખરે આ વૃદ્ધે ન્યાય માટે કોર્ટનું શરણુ લીધુ અને બંને પુત્રો સામે ભરણ પોષણની માંગ કરતી અરજી કરી હતી. કોર્ટે બંને પુત્રોને દર મહિને રૂપિયા પાંચ-પાંચ હજાર ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

તેમની આપવીતિ સાંભળતા માલુમ થયું કે, આ માત્ર વેપારી નહી પરંતુ એક સમયના ઉદ્યોગપતિ હતા, તેઓ 90ના દાયકા પહેલા એક ડાઈંગ મિલના માલિક હતા, તેમની મીલમાં 600-700 મજૂરો કામ કરતા હતા. એટલું નહી, તેઓ યૂકે, યુરોપ સહિત 17 દેશની યાત્રા કરી ચુક્યા છે, સાથે 30 વખત તો માત્ર દુબઈ જઈ આવેલા છે. તેમણે કહ્યું, તેમની પત્નીના મૃત્યું બાદ ધીમે ધીમે બધુ ખતમ થઈ ગયું, અને આજે આ દિવસો જોવાનો વારો આવ્યો છે.

-કિર્તેશ પટેલ, સુરત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો