નવી પેઢીના યુવક અને યુવતીઓની અનોખી સેવા, બે શહેરોમાં કૂપોષિત બાળકોને દૂધ વિતરણ કરે છે

કોરોનાકાળમાં વડોદરા શહેરની અનેક સંસ્થાઓ અને લોકોએ મન મૂકીને સેવા કરી છે ત્યારે શહેરના સમર્પિત ટ્રસ્ટના ટીમ સંવેદના દ્વારા પણ અનેક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જે વિશે માહિતી આપતા સમર્પિત ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં ટ્રસ્ટની સ્થાપના કરી અને ટીમ સંવેદનાના મારફતે અમે કુપોષિત બાળકોને પોષણ આપવાનું કાર્ય કરીએ છીએ. વડોદરા અને સુરતમાં ચાલતી અમારી પ્રવૃત્તિ અંતર્ગત દર રવિવારે દૂધનું વિતરણ કરીએ છીએ. જે સેવાકિય પ્રવૃત્તિમાં બિઝનેસ મેન, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને હાઉસ વાઈફ મદદ કરે છે. આ સાથે માર્ચ ૨૦૨૦થી આજ સુધી કોરોનાનો ભોગ બનેલા લોકોને ભોજન આપવામાં આવે છે. આ સાથે એક મહિના સુધી ચાલે એટલું રાશન ભરેલી કિટોનું પણ ૫૦૦થી વધારે લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનામાં વાલીની છત્ર – છાયા ગુમાવનાર 50 બાળકોને શૈક્ષણિક સહાય કરાશે
સમર્પિત ટ્રસ્ટ દ્વારા કોરોનામાં વાલીની છત્ર – છાયા ગુમાવનાર બાળકોને શૈક્ષણિક સહાય કરાશે. વર્ષ દરમિયાન ૫૦ બાળકોને દરેક પ્રકારની શૈક્ષણિક સહાય આપતા તેઓને કંપાસ, નોટબુક, બેગ અને ફી પણ ભરવામાં આવે છે.

200 લોકોના જીવ બચાવવા પ્લાઝમા અને બ્લડ ડોનેશન કરાયું
કોરોનાના બીજા વેવમાં જ્યારે લોકોના જીવ બચાવવા માટે પ્લાઝમા અને લોહીનું જરૂર પડતી હતી. એવા સમયે ટીમના સભ્યોએ ૨૦૦ લોકોના પ્લાઝમા અને લોહી પહોંચાડ્યું હતું. આ સાથે શહેરની જે હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના બેડ ખાલી હતા ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓને એડમિટ પણ કરાવ્યા હતા. આ સાથે અમે લોકોને કોરોના ના થાય તે માટે ૨૦૦ સ્ટીમર પણ આપ્યા હતા.

દિવાળીના સમયે 5000 લોકોને બોક્સ ઓફ હેપીનેસ આપીએ છીએ
છેલ્લા બે વર્ષથી દિવાળીના સમયે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે બોક્સ ઓફ હેપીનેસનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે ટીમ દ્વારા મીઠાઈ, ફટાકડા અને કપડાંના ૫૦૦૦ બોક્સનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે શિયાળના સમયે ૩૦૦થી વધુ ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો