હાલની પરિસ્થિતિ જોતા અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે આર્મીને શેરીઓમાં ઉતારવાનો સમય પાકી ગયો!

અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. રોજબરોજ પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોને કોર્ડન કરીને ક્લસ્ટરિંગ કરાઈ રહ્યું છે. પરંતુ હવે સ્થાનિક મ્યુનિ. અને પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર લોકડાઉનના ચુસ્ત અમલ અને ઘરે-ઘરે મેગા સર્વે કરીને લોકોનું ટેસ્ટિંગ કરવાનો છે. આ બંને બાબતોમાં લોકો સહકાર આપી રહ્યા નથી. ત્યાં સુધી કે અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, સુરતના સરથાણામાં ઓડિશાના મજૂરોઓ વતનમાં જવાની માંગ સાથે પથ્થરમારો અને આગચંપી કરી. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ક્વોરન્ટિન માટે રોડ પર પતરા લગાવી રહેલ પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નેહરા પણ કબૂલી ચૂક્યા છે કે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવા લોકોને હાથ જોડવા પડે છે. જ્યારે પોલીસને પણ લોકડાઉનના ચુસ્ત અમલ માટે રીતસર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને જોતાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ઝડપથી કાબૂમાં લેવી હોય તો હવે રાજ્યની શેરીઓમાં મિલિટ્રી ઉતારવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમદાવાદ, વડોદરા અને સુરતમાં પોલીસ પર પથ્થરમારો

એક તરફ સરકારે કોરોના મહામારીને નાથવા માટે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યું છે. પોલીસ અને મેડિકલ સ્ટાફ જીવના જોખમે કોરાના વોરિયર્સ બની જનતાની સેવામાં દિવસ-રાત જોયા વિના ફરજ બજાવા રહ્યા છે. ત્યારે એક ચોક્કસ સમાજના લોકો દ્વારા આ કામગીરીમાં સહયોગ આપવાના બદલે વિધ્નો પેદા કરી રહ્યા છે. અમદાવાદના જુહાપુરામાં આવેલ ગુલાબનગરમાં પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ દરમિયાન વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ક્વોરન્ટાઇનની પ્રક્રિયા દરમિયાન રોડ પર પતરા લગાવતી ટીમ અને પોલીસ પથ્થરમારો કરવામાં આવ્યો. તેવી જ રીતે સુરતમાં પણ ઓરિસાના કારીગરો દ્વારા લોકડાઉનમાં પણ પોતાના વતન જવાની જીદ પકડીને સરથાણામાં દસ જેટલી શાકભાજીની લારીઓમાં આગચંપી કરતાં અજંપાભરી સ્થિતિ પેદા થઇ છે. જો આવી જ સ્થિતિ રહી અને કેટલાક અસામાજીક તત્વો લોકડાઉનનું પાલન નહીં કરો તો 30 દિવસ તો શું પણ ત્રણ મહિના સુધી આવા નબળા લોકડાઉનનો કોઇ અર્થ નહીં રહે. જેથી હવે આવા તત્વોને કાબુમાં લેવા માટે રસ્તા પર મિલિટ્રી ઉતારવાનો સમય પાકી ગયો છે.

હોટસ્પોટ વિસ્તારોને કોર્ડન તો કર્યા, શેરીઓમાં બિન્ધાસ્ત ફરતા લોકો

અત્યારે કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદના દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, વડોદરાના નાગરવાડા-સૈયદવાડા, રાજકોટના જંગલેશ્વર અને સુરતના રાંદેર વિસ્તારને કોર્ડન કરી લેવાયા છે. પરંતુ આનાથી સમસ્યા અટકતી નથી. આ વિસ્તારો અત્યંત ગીચ અને શેરીઓવાળા છે. અંદરના રસ્તાઓ અને શેરીઓમાં લોકો બેરોકટોક આંટાફેરા કરી રહ્યા છે અને પોલીસ અંદર જઈને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવી શકતી નથી. બીજીતરફ લોકો પણ પોતાની શેરીઓમાં પોલીસને ગાંઠતા નથી અને સમૂહમાં નમાઝ પઢે છે તેમજ ટોળા-ટપ્પા કરે છે કે નાસ્તા-પાણીની પાર્ટીઓ કરે છે.

વિજય નેહરા કહે છે, ટેસ્ટ કરાવવા હાથ જોડીએ તો લોકો ગાળો દે છે

રસપ્રદ છે કે, ખુદ અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નેહરા ગુરુવારે કબૂલી ચૂક્યા છે કે, કોટ વિસ્તારમાં કોરોના શંકાસ્પદોને ટેસ્ટ કરાવવા અમારે રીતસર કાકલૂદી કરવી પડે છે. મ્યુનિ. હેલ્થ વર્કર્સ અને સ્ટાફ લોકો પાસે જાય તો ટેસ્ટ કરાવવા તેઓ તૈયાર થતા જ નથી. તેમનો સ્ટાફ લોકોને હાથ જોડીને કરગરે તો સામે લોકો અપશબ્દો બોલે છે. આ રીતે મેગા સર્વે કરવામાં મ્યુનિ. સ્ટાફને રીતસર સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. હેલ્થ વર્કરો પોતાનો જીવ જોખમમાં મૂકીને ટેસ્ટિંગ કરવા જતા હોય ત્યારે તેમણે આવી અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે તે વાજબી નથી.

વડોદરા-રાજકોટ-સુરતમાં પણ સત્તાવાળાઓને નવ નેજા આવી ગયા

લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવો અત્યારે સૌથી મહત્ત્વનો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે લોકો ઘરમાં જ રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરે તે ખૂબ જરૂરી છે. પરંતુ એકલા અમદાવાદમાં જ નહીં, પરંતુ વડોદરા-રાજકોટ અને સુરતમાં પણ પોલીસ અને મ્યુનિ. સત્તાવાળાઓને નવ નેજા આવી ગયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે યુવાનનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો તેની બહેનનો ટેસ્ટ કરવા મ્યુનિ. સત્તાવાળાઓ ગયા તો તેણે મ્યુનિ. સ્ટાફને રીતસર ગાળો આપી હતી અને તેનો વીડિયો ફરતો થયો હતો.

..તો 2002 બાદ પહેલીવાર શેરીઓમાં મિલિટ્રી ઉતારવી પડશે

હાલની સ્થિતિને ઝડપથી કાબૂમાં લેવી હોય તો મિલિટ્રીની મદદ લેવી એકમાત્ર રસ્તો છે. મિલિટ્રી હશે તો જ કોટ વિસ્તારના અને અડિયલ લોકો પર અંકુશ મેળવી શકાશે એવું સત્તાવાળાઓમાંથી જ અમુક લોકોનું માનવું છે. નામ જાહેર ન કરવાની શરતે કેટલાક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, 2002માં રમખાણો વખતે મિલિટ્રીને શેરીઓમાં ઉતારતા વેંત સ્થિતિ કાબૂમાં આવી હતી. હાલમાં પણ આવી જ સ્થિતિ છે અને ચોક્કસ સમુદાયના લોકોને કાબૂમાં લેવા ખૂબ મુશ્કેલ છે. આવા લોકોને ઝડપથી કાબૂમાં રાખવા હોય તો મિલિટ્રીનો જ સહારો લેવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો