લૉકડાઉનમાં બ્રિજ નીચે કીડી-મંકોડાની જેમ જ્યાં ત્યાં પડેલા મજૂરોને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સનું દ્રવી ઉઠ્યું હૃદય

આ તસવીરો દિલ્હીની છે, જેને પત્રકાર અરવિંદ ગુનાસેકરે ટ્વિટર પર શૅર કરી હતી. તેમણે લખ્યું કે,’પ્રવાસી અને રોજમદાર કામદારોની હાલત! સેંકડો કારીગરો યમુના કિનારે એક પુલની નીચે રહેવા માટે મજબૂર છે. આશરે એક અઠવાડિયાથી દયનીય હાલતમાં દિવસો પસાર કરી રહ્યા છે. પાસેના ગુરુદ્વારામાંથી એક રોટલી મળી જાય છે.’ તેમણે તસવીરો સાથે સીએમ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાને ટેગ કર્યા છે. નોંધનીય છે કે લૉકડાઉન દરમિયાન મજૂરોનું જીવન સંકટમાં છે. તેઓ પોતાના પરિવારથી પણ દૂર છે. ન તો તેમની પાસે ભોજન છે કે ન તો રહેવા માટે છત. આથી તે સરકાર અને મદદગાર વ્યક્તિઓ પર જ નિર્ભર છે. બાકી રાજધાનીની આ તસવીર જ જણાવી રહી છે કે લૉકડાઉનમાં મજૂરો કેવી રીતે જિંદગી જીવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

તસવીરો જોઈને દુઃખે છે દિલ

મોટાભાગના લોકો મજૂરોની આ હાલત જોઈને તેમની આ હાલતને શરમજનક જણાવી રહ્યાં છે. આ સાથે જ દિલ્હી અને કેન્દ્ર સરકારની ટીકા પણ કરી રહ્યાં છે. જોકે, આ ટ્વીટ વાયરલ થયા પછી એમએલએ દિલીપ પાંડેએ ધ્યાન આપ્યું અને કહ્યું કે અમે લોકો આના પર કામ કરી રહ્યા છીએ.

આ શરમજનક છે

આ લોકોની મદદ કેવી રીતે કરવી ?

નોંધનીય છે કે, દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1561 થઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો