પરપ્રાંતીયોની વેદના: ‘સાહેબ, હવે તો કોરોનાથી નહીં પણ ભૂખથી મરવાનો સતાવે છે ભય’

”ઘર પરિવાર છોડી ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવ્યા હતા સાહેબ. પરંતુ આ કોરોના મહામારી કરતાં હવે ભુખે મરવાના ડરે ઊંઘ ઊડાડી દીધી છે. હવે તો સાહેબ કોરોનાથી નહી પણ ભુખથી મરવાનો અમારો વારો આવ્યો છે. અમે મહેનત કરી શકીએ તેવા સક્ષમ હોવા છતા બે ટાઈમ પેટ ભરી નથી શકતા. બે મહિનાથી અમને ફદિયું ય ચૂકવવામાં આવ્યું નથી. અનાજ ખૂટી પડયું છે. તેલનું ટીપું ય બચ્યું નથી. ભૂખથી લાચાર બની ગયા છીએ.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બે મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી:

અમદાવાદમાં ફ્સાયેલા ૫૫ જેટલા પરપ્રાંતીય યુવાનો, જેઓ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મજૂરી કામ કરી રહ્યાં છે, તેમણે પોતાના દિલમાં ધરબાયેલું દર્દ આંખો અને શબ્દોથી કંઈક આ રીતે વ્યક્ત કર્યું હતું. આ તમામ યુવાનોને ગૂજરાત વિદ્યાપીઠની પાછળના હિસ્સાના મેટ્રો રેલના બાંધકામ માટે બોલાવાયેલા. પરંતુ આ બાંધકામના કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બે મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. અત્યાર સુધી જેમ તેમ ચલાવી લીધું. પરંતુ હવે તેમની મજબૂરીની ચરમસીમા પહોંચી છે.

ઉસ્માનપુરા અંડરબ્રીજ ઉપરથી પસાર થતી મેટ્રો રેલ પ્રોજેક્ટના મજૂરો અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં રહેતા પરપ્રાંતીયમાંથી એક યુવાને ‘સંદેશ’ને પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં વ્યક્તિ દીઠ અઠવાડિયાના હજાર રૂપિયા અપાતા હતા બાદમાં ઘટાડીને સાતસો કરી દેવામાં આવ્યાં. અત્યારે બધુ જ બંધ છે અને અમારી પાસે એટલા પૈસા નોહતા કે ખાદ્ય સામગ્રી વધુ દિવસ ચાલે તેટલી સંગ્રહ કરી શકીએ. જેથી હાલમાં અમારા માટે બે ટાઈમ પેટ ભરવું પણ મૂશ્કેલ બની ગયું છે. બે દિવસથી સાવ ખાધા વગર બેઠા હતા ત્યારે આજે શનિવારે કેટલાક સેવાભાવી યુવાનોએ અમને ભોજન આપ્યુ હતું. પરંતુ અમારી હાલત ઘણી ખરાબ છે.

ભોજનના ઠેકાણા નથી ત્યાં માસ્ક-સોનિટાઈઝર ક્યાંથી આવે:

તમે માસ્ક કેમ પહેર્યા નથી તમારી પાસે માસ્ક અને સોનિટાઈઝર છે કે નહી આ સવાલ પૂછતા દર્દ ભર્યો જવાબ મળ્યો હતો કે સાહેબ અહી ભોજનના ફંફ છે તો અમે માસ્ક અને સોનિટાઈઝર ક્યાંથી લાવીએ. અમે શરૂઆતમા એકવાર માસ્ક આપવામાં આવ્યા હતા ત્યારે બાદ કઈ આપ્યું નહીં. હવે આ ખરીદવાની તો વાત જ નથી આવતી.

ટિકિટ ભાડું: ખૂટતી રકમ ખિસ્સામાંથી કાઢનારા મામલતદારો પણ હવે થાક્યા:

રેલ્વે કે બસ મારફતે પોતાના વતન જઈ રહેલા શ્રમિકો પાસેથી ભાડુ વસૂલી વ્યવસ્થા કરવા કલેક્ટરોએ મામલતદારોને જવાબદારી સોંપી છે. ઘણા મામલતદારો, મહેસૂલી કર્મચારીઓ શ્રમિકોને ગૃહરાજ્યમાં જવાનું ભાડુ પોતાના ખિસ્સામાંથી કાઢીને ચૂકવ્યુ છે. હવે તેઓ થાક્યા છે અને પોતાના સિનિયર નાયબ કે એડિશનલ કલેક્ટરોને સમક્ષ આ પ્રકારની ભાડુ વસૂલી બંધ કરાવવા રજૂઆતો કરી રહ્યા છે. તેઓ પણ આવા કિસ્સા સાભળીને અવાક થઈ ઉઠયા છે.

અમદાવાદમાં વટવા, વસ્ત્રાલ સહિતના પૂર્વ વિસ્તારોમાં શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીએ કહ્યુ કે, હવે કોઈ સ્વૈચ્છીક સંગઠનની પણ મદદ નથી. ઘણા પરીવારો પાસે પુરતુ ભાડુ ન હોય ત્યારે અમે ખિસ્સામાંથી એ રકમ સરભર કરીએ છીએ. આવા દશ્યો અને તેમનો વિલાપ જોઈ શકાય એવો નથી. કમસેકમ સરકારે આવા કિસ્સામા ભાડુ માફ કરવુ જોઈએ. કચ્છમાં પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં મોકલવા અંજારના ૭ ગામોમાં જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા ૨૦ કર્મચારીઓને ભાડુ વસૂલવા નામ જોગ ઓર્ડર થતા આવા કપરા કાળમાં આવી કામગીરી જોઈને ડગી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો