ભલાઈ કરવા જતાં આબરૂ લૂંટાઈઃ બીમાર મહિલાની સેવા કરવા યુવતી રોકાઈ, તેના પતિએ પીંખી નાખી

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘરના મોભીએ પોતાની પત્નીની બીમારીને કારણે એક મહિલાને મદદ માટે આજીજી કરી હતી. બીમાર પત્નીની મદદ માટે આવેલી મહિલાને એકલી સૂતી જોઈને ઘરનો મોભી તેની બાજુમાં જઈને સૂઈ ગયો હતો. મહિલાએ વિરોધ કરતાં તેને ધમકી આપીને નિર્વસ્ત્ર કરી નાખી હતી. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ બીજા દિવસે ત્યાંથી ભાગીને પોલીસને જાણ કરી હતી. હાલ રામોલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છૂટાછેડા બાદ યુવતીને ગુજરાન ચલાવવું કાઠું હતું

પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી નેહા (નામ બદલ્યું છે) પતિએ છૂટાછેડા આપ્યા બાદ બે બાળકો સાથે જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન તેને નવા જીવનની આશા બતાવવા માટે પરિચિતે એક દંપતી સાથે મુલાકાત કરવી હતી. નેહાને બે બાળકો સાથે કોઈ સહારો આપે તો તેના જીવનમાં રાહત મળી જાય તેમ હતું.

આ સમયે રામોલ વિસ્તારમાં રહેતાં આ દંપતીએ નેહાને કહ્યું હતું કે અમારા પડોશમાં એક યુવક રહે છે, જેની સાથે તારા લગ્ન કરાવી આપું. આ બધી વાત ચાલી રહી હતી ત્યારે લગ્નની વાત કરનાર મહિલાની તબિયત લથડી અને તેણે નેહાને કહ્યું હતું કે તું મને થોડા દિવસ માટે ઘરકામમાં મદદ કરીશ. જેથી નેહાએ હા પડી અને તેની નાની દીકરીને લઈને તેમના ઘરે રહેવા ગઈ હતી. આખો દિવસ નેહા અને તેની દીકરી આ દંપતીના ઘરમાં ઘરકામ કરતાં અને મદદ કરતાં હતાં.

મહિલાને નિર્વસ્ત્ર કરીને ધમકી આપી

નેહા થાકીને ઘરના ખૂણામાં સૂઈ રહેતી હતી. આ દરમિયાન ઘરનો મોભી બીમાર પત્ની સૂઈ જતાં નેહા જે રૂમમાં હતી ત્યાં પહોંચી ગયો હતો અને નેહાની બાજુમાં સૂઈ ગયો હતો. નેહા ગભરાઇ ગઈ અને ત્યાંથી ઊઠીને બહાર જવા પ્રયાસ કર્યો તો ઘરના મોભીએ તેનાં કપડાં કાઢીને નિવસ્ત્ર કરી નાખી હતી અને નેહાને ધમકી આપી કે જો તું કોઈને કઈ કહીશ તો તારી દીકરી સાથે પણ આ પ્રકારે હું કરીશ. જે સાંભળીને નેહા ગભરાઈ ગઈ અને આરોપીએ પોતાની વાસના સંતોષતો રહ્યો હતો. બાદમાં નેહા ત્યાંથી પોતાની દીકરીને લઈને નીકળી ગઈ હતી. આ અંગે આખરે નેહાએ ફરિયાદ નોંધાવી છે, જે અંગે રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો