‘તાઉ તે’ વાવાઝોડું અત્યંત ભયાનક રીતે ગુજરાત પર ત્રાટકશે: હવામાન વિભાગ, વાવાઝોડાનો 35 કિમીનો વ્યાપ અને 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડું ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને 175 કિ.મીની ઝડપે ટકરાશે. હવામાન વિભાગના વિજ્ઞાનિક મનોરમા મોહંતિ હાલ વાવાઝોડા સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આ વાવાઝોડું અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’ જાહેર કરાયું છે. જેના અનુસંધાન રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપવામાં આવ્યું છે. ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં 10 ઇંચ જેટલો વરસાદ પડશે. તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવામાન વિભાગના વિજ્ઞાનિક મનોરમા મોહંતિ જણાવ્યું હતું કે, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે લેન્ડફોલ થવાની સંભાવના છે. આવતીકાલે 18મી મેના રોજ ગુજરાત રીજનલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, ખેડામાં ભારે વરસાદ રહેશે, આ સિવાય અન્ય જગ્યાએ વરસાદ રહેશે. પત્રકારોએ પુછ્યું હતું કે, વાવાઝોડું ગુજરાતમાં કયા ટકરાશે? તેના જવાબમાં જણાવ્યું હતું કે, ભાવનગર, પોરબંદર, દીવ અને દીવથી 20 કિલોમીટર પૂર્વ તરફથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ગુજરાતના બંદરોએ વાવાઝોડું ટકરાવાનું હોવાથી હવામાન વિભાગે 8થી 10 સિગ્નલો આપ્યા છે.

રાજ્યમાં અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું ‘તાઉ’તે’ જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા.17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી રાત્રે 10થી 11 વાગ્યા દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે

વાવાઝોડાના કેન્દ્રનો ઘેરાવો 30થી 35 કિમીનો છે. જ્યારે ઘેરાવામાં સૌથી તેજ અંદાજે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જમીન સાથે વાવાઝોડું ટકરાતી વખતે પવનની ગતિ ધીમી થવાનો અંદાજ છે અને એ ‘અતિભીષણ’માંથી ‘ભીષણ’ની કેટેગરીમાં ફેરવાઈ જશે.

વાવાઝોડાની સ્પીડ 20 કિમીનો અંદાજ

વાવાઝોડું કર્ણાટકના દરિયાકિનારાથી આગળ વધી રહ્યું છે. પહેલાં એની ગતિ 15થી 16 જેટલી હતી. ત્યાર બાદ ગોવા અને મહારાષ્ટ્ર સુધી પહોંચવામાં સ્પીડમાં વધારો થયો છે. જ્યારે હાલ વાવાઝોડાની સ્પીડ 20થી વધુ હોવાની શક્યતા છે, જેથી વાવાઝોડું રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન ગુજરાતના તટ સાથે ટકરાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો