રાજકોટ : ‘તું લગ્ન બાદ બહુ જાડી થઈ છો, તું કાળી છો, તું હવે મને નથી ગમતી’, એવું કહીને પરિણીતાને પતિએ મારી ઘરની બહાર કાઢી મૂકી

શહેરની જેમ રાજકોટ જિલ્લામાં પણ મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 323, 504, 506 તેમજ જી પી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હડમતાળા ગામે રહેતી મહિલાએ પોતાના પતિ વિજયભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મારો પતિ મારી ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારે છે. મારો પતિ અવારનવાર મને કહે છે કે લગ્ન બાદ તો જાડી થઈ ગઈ છો તું કાળી છો. તો સાથોસાથ મને મૂઢ માર મારી શારીરિક ઇજાઓ પણ પહોંચાડે છે.

પરિણીતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી મારો પતિ મને મેણાં ટોણાં મારતા કહેવા લાગ્યો છે કે તું મને ગમતી નથી તું કાળી અને બહુ જાડી થઈ ગઈ છો. ત્યારે મેં મારા પતિને કહ્યું હતું કે હું જેવી છું એવી જ છું. ત્યારે મારા પતિ વિજય ઉશ્કેરાઈ જતા મને માર મારવા લાગ્યા હતા જેના કારણે મને શારીરિક ઇજાઓ પણ પહોંચી હતી તો સાથે જ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. તેમજ હાલ મને ઘરની બહાર કાઢી મૂકતાં મને પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી પરિણીતાએ પોતાના જ સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો પતિ રોજ દારૂ પીને ઘરે આવતો હતો બાદમાં અપશબ્દો બોલી મને માર પણ મારતો હતો. તો સાથે જ મારા સાસરિયા પક્ષના લોકો અવારનવાર કરિયાવર ની માગણી પણ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો