મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન તંદુરસ્ત ખોરાક અને સવારે ઊઠતાજ પીવું બે-ત્રણ ગ્લાસ પાણી: ડૉ કાજલ માંગુકિયા

એમ.વાય.એમ જાગૃતિ શાખા તરફ થી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) અને પી.સી.ઓ.એસ પર સેમિનાર.

વેસું સ્થિત માંગુકિયા હોસ્પિટલ માં એમ.વાય.એમ જાગૃતિ શાખા તરફ થી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) અને પી.સી.ઓ.એસ વિષય પર સેમિનારનું આયોજન થયું. સેમિનારના સ્પીકર ડૉ કાજલ માંગુકિયા દ્રારા જણાવામાં આવ્યું હતું કે મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) એ એક સામાન્ય પ્રક્રિયા છે. મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) જે એ મહિલાઓ ને થાય છે, જેને એક ઉંમર સુધી પોહોચતા માસિક ધર્મ આવતું બંધ થઈ જાય છે. મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) ને તબક્કે આવેલ મહિલાઓને ઘણી બધી પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ સહન કરવી પડે છે. તેમણે એ પણ જણાવ્યુ કે જો તમે ફેમિલી પ્લાનિંગ કરો છો થો 30 વર્ષ ની ઉમર પહેલા એક બાળક થઈ જવું જોઈએ. મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન તંદુરસ્ત ખોરાક લેવો જોઈએ. સવારે ઊઠતાજ 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેનાથી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન થતી તકલીફ અને સમસ્યામાં ઘણી રાહત મળે છે.

વજન વધવું, વાળ ખરવા તથા ખીલ થવા પોલીસ્ટિક ઓવરી સિંડ્રોમ ના લક્ષણ

એમણે પી.સી.ઓ.એસ ના વિષય માં જાણકારી આપતા કહ્યું કે, એ મહિલાઓ ને આ સમસ્યા ની સંભાવના વધારે રહે છે, જેમને અસામાન્ય માસિક ધર્મ હોય અથવા બિલકુલ પણ ના હોય. ચહેરો, છાતી, પીઠ, અંગૂઠા, આંગળિયો માં પ્રમાણમાં વધારે વાળ હોવા, એ સિવાય તેલીય ચામડી, ખીલ, અથવા માથાના વાળ ઝડપ થી ખરવા વગેરે પી.સી.ઓ.એસ ના લક્ષણ છે. પી.સી.ઓ.એસ ના લીધે અંડાણુ ના નિર્માણ માં અવરોધ પેદા થાય છે અને પછી ધીરે ધીરે વજન પણ વધવા લાગે છે. જો પી.સી.ઓ.એસ નું શરૂઆતમાં જાણ ના થઈ શકે અને ઈલાજ ન થઈ શકે તો વાંઝપણની સમસ્યા સાથે- સાથે મહિલા ને ટાઈપ -2 ડાયાબિટીસ (મધુમેહ) અને લાંબા ગાળે વધારે કોલેસ્ટ્રોલ ની સમસ્યા થઈ શકે છે. અને જો સિસ્ટ લાંબા સમય સુધી અંડાશયમાં રહે તો કેંસર નો ભય વધી જાય છે. પણ પી.સી.ઓ.એસ ના ઈલાજ માટે દવાઓ પણ ઉપલબ્ધ છે.

મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન હોર્મોન્સનું સ્તર ઓછું થઈ જાય છે.

મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન સ્ત્રીઓ માં હોર્મોન્સનું સ્તર શરીર માં ઓછું થઈ જાય છે. જેનાથી કામેચ્છ ઓછી થઈ જાય છે. મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન શરીરના હોર્મોન્સમાં ઘણા બદલાવ આવે છે અને એસ્ટ્રોજન ની માત્રા ઓછી થઈ જાય છે, જેને લીધે પ્રાઈવેટ પાર્ટ શુષ્ક અને ઢીલી થઈ જાય છે. સ્ત્રીઓ માં હ્રદયની ધડકન વધી જવાની સમસ્યા વધી જાય છે. એ સિવાય ઊંઘ ન આવવાની સમસ્યા થી પણ જૂજવું પડે છે. માથું દુખવું, થાક લાગવો, ચીડિયાપણું, તાણ અને સાંધાનો દુખાવો વગેરે પણ મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) ના લક્ષણ માં આવે છે. એ સિવાય સ્તનોમાં સોજો અને કરચલીયો પડવી પણ એનું લક્ષણ છે.

ડૉ કાજલ માંગુકિયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો