આ કારણોથી ખરવા લાગે છે પુરૂષોના વાળ અને પડે છે ટાલ, આ નુસખાથી ફરી ઉગવા લાગશે, જાણો અને શેર કરો

મહિલા અને પુરૂષો બંનેને વાળ ખરવાની સમસ્યા થાય છે. ખાસ વાત એ છે કે, બંનેને માથાના અલગ-અલગ જગ્યાએથી વાળ ખરે છે. જેમાં પુરૂષોના માથાના વાળ વધુ ખરી જતાં ટાલ પડવા લાગે છે. એક ઉંમર બાદ પુરૂષોના વાળ વધુ ખરવા લાગે છે. વાળ નવા ઉગવા કે ખરવા હોર્મોનલ ફેરફારને કારણે થાય છે. પુરૂષોમાં જિનેટિકને કારણે પણ વાળ ખરે છે.

પુરૂષોના વાળ ખરવા પાછળના કારણો

સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર બાદ પુરૂષોના વાળ ખરવા લાગે છે. ઘણીવખત 50ની ઉંમરે પહોંચતા તો અડધાંથી વધારે વાળ ખરી જતાં હોય છે અને ટાલ દેખાવા લાગે છે. નોર્વેની બર્ગેન યુનિવર્સિટીના જેકબસને સંશોધન કર્યું છે કે પુરુષો વાળ ખરવા અથવા ટાલ પડવી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કારણે થાય છે.

આ પુરૂષોમાં સ્ત્રાવિત થતાં એન્ડ્રોજન જૂથના સ્ટેરોઈડ હોર્મોન છે. પુરૂષોના માથાના વાળ આ જ કારણથી ખરે છે. શરીરમાં કેટલાક એન્જાઈમ હોય છે જે ટેસ્ટોસ્ટેરોનને ડિહાઈડ્રોટેસ્ટોસ્ટેરોનમાં બદલી દે છે. આ વાળને પાતળા અને નબળાં કરી દે છે. આ એન્જાઈમ આનુવંશિક હોય છે. જેના કારણે ઘણાં પુરૂષોને ટાલ પડી જાય છે.

ટાલ પર વાળ ઉગાડવાના ઘરેલૂ ઉપાયો

પુરૂષોના જે ભાગ પર વાળ આછાં થતાં જાય ત્યાં દિવસમાં 3વાર લીંબુનો રસ લગાવો. આનાથી વાળ નવા ઉગવા લાગશે.

ડુંગળીનો રસ લગાવવાથી પણ વાળ ઉગે છે. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરો.

કોથમીરને પીસીને તેની પેસ્ટ વાળમાં લગાવવાથી ટાલ પર વાળ ઉગે છે.
ભોજનમાં લસણનો વધુ ઉપયોગ કરવાથી વાળ ખરતાં બંધ થઈ જાય છે.

કડવા લીમડાના પાન અને આમળાનો પાઉડર પાણીમાં ઉકાળી ઠંડુ કરીને તેનાથી સપ્તાહમાં બેવાર વાળ ધોવાથી વાળ ખરતાં નથી.
લીમડાના તેલથી વાળમાં મસાજ કરવાથી વાળ મજબૂત થાય છે અને ખરતાં નથી.

કલોંજી પીસીને પાણીમાં મિક્સ કરીને વાળમાં લગાવી અડધો કલાક બાદ ધોઈ લેવાથી નવા વાળ ઉગે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો