મહેસાણાનો 10 વર્ષનો બાળક કરે છે ઓક્સિજનનું વાવેતર, નાનો જરૂર છે પણ તેના વિચારો મોટાને પણ શરમાવે તેવા છે

કોરોનાકાળમાં ઓક્સિજનની જોરદાર અછત વર્તાઈ છે, ત્યારે મહેસાણાનો 10 વર્ષનો બાળક રોજ સવારે 6 વાગે ઉઠી રોડની સાઈડના 10 વૃક્ષોને પાણી સિંચન કરે છે. તે નાનો જરૂર છે પણ તેના વિચારો બુલંદ છે. મહેસાણા શહેરમાં હાલ કોરોના દર્દીઓને લઈને દોડાદોડ કરતી એમ્બ્યુલન્સની સાયરન સંભળાય રહી છે. આવી ભગદોડમાં ઓક્સિજન પ્રદાન કરતા વૃક્ષોને જીવાડવા 10 વર્ષીય ટાબરીયો તેની સોસાયટી નજીકના રોડની સાઈડના 10 વૃક્ષોને રોજ સવારે છ વાગ્યે ઊઠી પાણી પીવડાવી વૃક્ષોના જતનની પ્રેરણા આપી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાધનપુર રોડ ઉપર આવેલ શૈલજા હોમમાં રહેતા યુનિવર્સિટીના પ્રોફેસર કેતનભાઈ પટેલનો દસ વર્ષનો પુત્ર આરવ ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. આરવ નાનો જરૂર છે પણ ઘરમાં પણ દરેક આજ્ઞાનું પાલન કરે છે. વહેલા સવારે 6 વાગે જાગી જાય છે. ઘેર રોજ પૂજા પાઠ પણ કરે છે, અને છેલ્લા દોઢ વર્ષથી તેના ઘરેથી રોજ સવારે છ વાગે નીકળી પાણીનો અડધો કેલબો ભરી અડધાથી એક કિલોમીટર દૂર રાધનપુર રોડ પરના વૃક્ષોને પાણી સિંચવા નીકળી પડે છે.

ત્રણથી ચાર ફેરા કરી 10 જેટલા વૃક્ષોને નિયમિત પાણી સિંચે છે. આરવના મમ્મી આઈટીઆઈમાં અને પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આ બાળક તો નાનું પણ તેના વિચારો ગગનચુંબી છે. આરવ કહે છે કે જો બધા વૃક્ષોનો ઉછેર કરે તો કંઈ તકલીફ ન પડે. એના પિતા કેતનભાઇ પટેલે કહ્યું કે, આરવને નાનપણથી વૃક્ષો ઉછેરવાનો શોખ છે. તે નાનો છે એટલે અમે તેને રોડ ઓળગવા દેતા નથી. સોસાયટીના ગાર્ડન અને સોસાયટીની સાઇડે રાધનપુર રોડ ઉપર વૃક્ષોને કેલબાથી રોજ પાણી પીવડાવે છે અને અમે તેને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. બાળક આરવનું કહેવું છે કે વૃક્ષોનું જતન કરીશું. તો આવનારા સમયમાં ઓક્સિજનની તકલીફ નહીં પડે.

કોરોનાના કપરાકાળ વચ્ચે આજે સવારે એક પોઝિટિવ એક્ટિવિટી મારી નજરે પડી. કોરોના મહામારીથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે. પણ લોકો હજુ સમજ્યા નથી કે સમજવા માંગતા પણ નથી કે આ આફતો કેમ આવે છે? કુદરતી જીવ સૃષ્ટી પ્રત્યેની માણસની નિષ્ઠુરતા જોતા અત્યારે માણસ માણસનો દુશ્મન બની રહ્યો છે. આપણે એજ કુદરતની સાથે જીવવા વાળા છીએ, જે આપણને લાંબુ જીવન અને સુખાકારી પ્રદાન કરે છે.

રોડ પરથી પસાર થતા એક NGO સંચાલકે આ બાળકને રોજ નજરે જોતા કહ્યું કે, મને રોજ રોડ પર એમ્બ્યુલન્સની સાયરનોથી હૃદય કંપી જાય છે તેવા હૃદય દ્રાવક દ્રશ્યો વચ્ચે રોડ સાઈડના ઝાડવાને પાણી પાતો એક 10 વર્ષનો છોકરો જોવા મળ્યો. તેને પૂછતાં જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. પોતાના ઘરથી રોડ સુધી આવવા જવાનું 1 કિલોમીટર અંતર થાય તેમ છતાં આ આરવ કેતનભાઈ પટેલ નામનો છોકરો રોજ 10 ઝાડને 15 લીટરના 3થી 4 કેલબા પોતાની સાઇકલ પર લાવીને પાણી પાય છે.

એને પૂછતાં કહ્યું કોરોના મહામારીમાં ઓક્સિજન આપણે જરૂર શોધીએ છીએ પણ વૃક્ષો કોઈ ઉછેરવા તૈયાર નથી. મને મારા મમ્મી પપ્પાથી પ્રેરણા મળીને હું 6 વાગે જાગીને આ કામે લાગી જાવ છું. ત્રણ વાર 20 લીટર પાણી ઘરેથી લાવે છે અને વૃક્ષોનું જતન કરે છે. આ બાળક નાનું જરૂર છે, પણ તેના વિચારો ઊંચા હિમાલયને પણ ઓળંગી જાય તેવા છે.

હાલમાં ઓક્સિજનની અછતને જોતા વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી સાબિત થઈ રહ્યું છે ત્યારે ઘરમાં ફર્નિચર બનાવવા જરૂરિયાત મુજબ ભલે વૃક્ષો કપાય પણ તેનાથી ડબલ વૃક્ષો આવનારી પેઢી માટે ચોક્કસ વાવવા પડશે. તો જ હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો