મહેસાણાની એકજ પરીવારની આ ત્રણેય દીકરીઓને ઓળખાણની નથી જરૂર! કોરોના યોદ્ધા તરીકે પરિવારનું નામ સમાજમાં ઉજળું કર્યું, માતાની સલાહ, ‘દર્દીઓથી દુર નહિ, સગાંની જેમ ટ્રીટ કરજો’

કોરોના યોદ્ધા બનેલી તબીબી વ્યવસાય સાથે જોડીને સેવા આપતી મહિલાઓ પોતાના પરિવારનું નામ ઉજળું કરી બેટી પઢાવો બેટી વધાવો સુત્રને સાર્થક કરી રહી છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં માતા-પિતાએ એમ્બ્રોડરીનો વ્યવસાય કરીને ત્રણ-ત્રણ દીકરીઓને નર્સિંગમાં એડમીશન અપાવી આજે આ કોરોના યોદ્ધા તરીકે તેમના પરિવારનું નામ સમાજમાં ઉજળું કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહેસાણાના વિસનગરમાં વિષ્ણુભાઈ સુથાર રહે છે અને તેઓ એમ્બ્રોડરીનો વ્યવસાય કરે છે. આજે તેમને ગર્વ છે કે, ભગવાને આપેલી ત્રણ ત્રણ દીકરી કોરોના યોદ્ધા બનીને તેમના કુળનું નામ ઉજળું કરી રહી છે. વિષ્ણુભાઈ સુથાર વિસનગરના ગંજી વિસ્તારમાં રહે છે. વિષ્ણુભાઈ અને તેમની પત્ની ઇન્દીરાબેન સુથાર એમ્બ્રોડરીનો વ્યવસાય કરીને પોતાની ત્રણ દીકરીઓને નર્સિંગનો અભ્યાસ કરાવ્યો. તો એક દીકરો રોનક એન્જીનીયર બન્યો.

કોરોના યોદ્ધા બનેલી ત્રણ દીકરીનો તમને પરિચય આપીએ તો, એક પુત્રીનું નામ વનીતાબેન વિષ્ણુભાઈ સુથાર છે, જેમની ઉંમર 26 વર્ષીય છે અને તેમને નર્સિંગ અભ્યાસ કર્યો છે. તેઓ 2017થી અમદાવાદની અસારવા ખાતેની સિવિલમાં ફરજ બજાવે છે. બીજી પુત્રીનું નામ જૈમીનીબેન વિષ્ણુભાઈ સુથાર છે તેમની ઉંમર 33 વર્ષ છે અને તેમને પણ નર્સિંગનો અભ્યાસ કર્યો છે. અને તેઓ વર્ષ 2013માં લગ્ન કરીને ન્યુઝીલેન્ડ ગયા હતા, જ્યાં ક્રાઇષ્ટ ચર્ચ શહેરની હોસ્પીટલમાં ફરજ બજાવે છે, જ્યારે ત્રીજી દીકરીની વાત કરીએ તો તેનું નામ વૈશાલીબેન વિષ્ણુભાઈ સુથાર છે. તેઓની ઉંમર 36 વર્ષ છે અને તેમને પણ નર્સિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2007માં રાજકોટ અને અમદાવાદ સિવિલ, 2011થી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે. આ ત્રણેય દીકરીઓએ આજે તેમનું નામ સમાજમાં ઊંચું કરી દીધું છે.

કોરોના યોદ્ધા બનેલી દીકરીને તેની માતાએ દર્દીઓથી દુર નહિ પરંતુ, પોતાના સગાની જેમ જ પોતાના સમજીને સારવાર કરવા રોજ વિડીયો કોલ કરીને સલાહ આપે છે. અને રોજ માતા પિતા સાથે વિડીયો કોલથી વાત કરતા આ ત્રણેય દીકરીઓને જાણે કે, ભગવાન સમા માતા-પિતાના આશીર્વાદ મળતા રહે છે, જે તેમની કોરોના યોદ્ધા તરીકે રોજ સવારે નોકરી પર જતા એક અનોખી શક્તિ પ્રદાન કરે છે.

એવું કહેવાય છે કે જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે, માતા- પિતાનું એ સ્વાભિમાન હોય છે, આવી જ વિસનગરના માતા- પિતાની એક નહિ, બે નહિ પણ ત્રણેય દિકરીઓ કોરોના યોધ્ધા બની દિકરીઓ તરીકે પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડ્યું છે. વિષ્ણુભાઇના શબ્દોમાં કહીએ તો આજે મારી દિકરીઓ માવનતાની સાથે રાષ્ટ્રની સેવા પણ કરી રહી છે જેનો મને વિશેષ આનંદ છે.

વિષ્ણુભાઇને સંતાનમાં ત્રણ દિકરીઓ અને એક પુ્ત્ર છે. વિષ્ણુભાઇએ સતત સંઘર્ષ કરી તેમના સંતાનોને જીવતા શીખવાડ્યું છે. ઇન્દિરાબેનના સંસ્કાર થકી આજે વિષ્ણુભાઇની દિકરીઓ કોરોના યોધ્ધા બની કામ કરી રહી છે. વિષ્ણુભાઇની ત્રણેય દિકરીઓમાં સૌથી મોટી દિકરી વૈશાલીબેન સુથાર મહેસાણા ખાતે તૈયાર થયલે 100 બેડની કોવિડ-19 સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે ફરજ બજાવી છે. બીજી દિકરી જયમીનીબેન2011થી ન્યુઝીલેન્ડ સ્થિત છે જેઓ પણ ન્યુઝીલેન્ડની હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. વિષ્ણુભાઇની ત્રીજી દિકરી વનીતાબેન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પુરી કરી છે જેઓ હાલ હોમ ક્વોરટાઇન્ટ છે.

કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર મિત્રો સાથે ખભેખભો મિલાવીને દર્દીઓને સમર્પિત સેવા દ્વારા ઉત્તમ માનવતા દાખવતી વિષ્ણુભાઇની આ ત્રણેય નર્સ દિકરીઓ અભિનંદનને પાત્ર છે. દિકરી દેવો ભવ આજે વિષ્ણુભાઇની આ ત્રણેય દિકરીઓ કોરોના યોધ્ધા તરીકે માવનતાની સેવા સાથે રાષ્ટ્રની સેવા કરી રહી છે. વિષ્ણુભાઇને આ ત્રણેય દિકરીઓ થકી આજે સન્માન મળી રહ્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સાર્થક થઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો