RPFના જવાને 8 શ્રમજીવીને બચાવવા જતા કહ્યું ‘વીડિયો ઉતારો, પાછો ન આવું તો પરિવારને કહેજો શહીદ થઈ ગયા’

ભચાઉ તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને કારણે સામખિયાળી જળબંબાકાર બન્યું હતું, જેમાં રેલવે સ્ટેશન પર ભરાયેલા પાણીને કારણે કામ કરી રહેલા એક મહિલા સહિત આઠ શ્રમજીવી ફસાઇ ગયા હતા, જેને આરપીએફના જવાને 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતરી એક એક કરીને હેમખેમ બહાર કાઢી બચાવી લઇ સરાહનીય કામગીરી કરી હતી.

ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી ગામ તેમજ હાઇવે રોડ ઉપર ભરાઇ જતા રેલવે સ્ટેશન ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. જેમાં ભુજ જઇ રહેલી ટ્રેનમાં તૈનાત મૂળ રાજસ્થાનના અને હાલ મહેસાણા રેલવેમાં ફરજ બજાવતા આરપીએફના જવાન શિવચરણચંદ્ર રામસ્વરૂપ ગુર્જરે ટ્રેન રોકી દેવાતાં ટ્રેનમાંથી જોયું કે મજૂરીકામ કરી રહેલા એક મહિલા સહિત રાજેન્દ્ર, પંચમહાલના ભરત, મધ્યપ્રદેશના સાજન, દેવાબેન, દિનેશ, રમેશ, ગૌરીશંકર અને કચ્છના વિવેક સહિત આઠ મજૂરો ફસાયા હતા અને ઝાડ ઉપર ચડી ગયા હતા અને નીચે 20 ફૂટ જેટલું પાણી હતું.

RPFના જવાને 8 શ્રમજીવીઓને બચાવ્યા

આ ફસાયેલા લોકોને બચાવવા સામખિયાળી પોલીસ પણ મહેનત કરી રહી હતી, પરંતુ પાણીનો ફ્લો વધુ હોવાથી કઇ રીતે બચાવવા એ વિચારણા ચાલુ હતી અને ટ્રેનમાં ફરજ પર તૈનાત શીવચરણચંદ્રએ ફસાયલા લોકોને બચાવવા નિર્ધાર કર્યો અને પાણીમાં કૂદી રહ્યો હતો ત્યારે પોલીસે પણ ના પાડી હતી. પરંતુ આ જવાને હું આ લોકોને બચાવવા જઇ રહ્યો છું વીડિયો ઉતારી લેજો અને કદાચ પાછો ન આવું તો પરિવારજનોને આ વીડિયો બતાવી કહેજો કે બચાવવા ગયા હતા અને શહીદ થઇ ગયા, પરંતુ આ જવાને ફસાયલા આઠે જણાને એક પછી એક તમામને બચાવી લઇ બહાદુરી પૂર્વકની કામગીરી કરી આઠે મજૂરોને બચાવી લીધા હતા.

રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ભલામણ કરાશે 

કચ્છ પોલીસ દ્વારા આ જવાનનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન થાય તે માટે દરખાસ્ત તૈયાર કરી રેલવે પોલીસને મોકલી અપાશે તેમ કચ્છ પૂર્વના એસપી પરિક્ષીતા ગુર્જરે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો