મહેસાણામાં પોલીસની ઘોર બેદરકારી: દંડની પાવતીમાં લોલમલોલ, મે મહિનો પત્યો પણ નથી ત્યાં તો જુલાઈની પાવતી આપી દીધી

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણામાં કોવિડ-19ને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાળવ્યું હોય તો પોલીસ પાવતી આપતી હોય છે. જેમાં જિલ્લામાં માસ્કના દંડની એક પાવતી વાયરલ થઈ છે. જેમાં જુલાઈ 2021ની તારીખ દર્શાવવામાં આવી છે. જોકે, હજુ જુલાઇ મહિનો શરૂ પણ થયો નથી ત્યારે આવો દંડ કરેલી પાવતી વાયરલ થતા મહેસાણા પોલીસ ખોટી પાવતીઓ બનાવતી હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહેસાણામાં નુગર બાય પાસ પાસે કોવિડ-19 અંતર્ગત જાહેરનામાના ભંગના મામલે પોલીસની શંકાસ્પદ કાર્યવાહી અને લાલીયાવાડી સામે આવી છે. જેમાં પોલીસે કોઈને એડવાન્સમાં પાવતી ફાડી હોય તેવો કિસ્સો પહેલી વાર સામે આવ્યો છે. જેમાં માસ્કના નામે દંડ ઉઘરાવતી પોલીસની આવી કામગીરી પર લોકો શંકા કરી રહ્યા છે.

મહેસાણાના કોઈ વ્યક્તિને પોલીસે દંડ પેટે આપેલી પાવતીમાં ગડબડ લાગતા જાગૃત નાગરિકે પોતાની પાવતી સોશિયલ મીડિયામાં વાયરલ હતી જે પાવતીમાં લખેલું છે જે પ્રમાણે મહેસાણા પોલીસ કોવિડ-19 ને લઈને વાહનો ચેકીંગ કરી રહી ત્યારે આ પાવતી આપવામાં આવી હતી.

ભાસ્કરે આ મામલે વાહન ચાલક સાથે ટેલિફોનિક વાત કરતા વાહન ચાલકે જણાવ્યું હતું કે, અમે ઇકો ગાડીમાં છ જેટલા લોકો બેસણાંમાંથી આવી રહ્યા હતા. એ દરમિયાન બિન ડ્રેસમાં પોલીસ કર્મીઓએ ગાડી રોકી અમને કહ્યું કે, તમે ગાડીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નથી જેથી પાવતી લેવી પડશે. ત્યારબાદ ડ્રાઈવર પાસે જરૂરી રકમના હોવાથી અન્ય એક ઇકો ચાલકની ગાડી પણ પકડી જેમાં બને ડ્રાઈવરો એ 500-500 રૂપિયા એકત્રિત કરી બે વચ્ચે એક પાવતી ફડાવી હતી. જેમાં ત્રણ દિવસ પછી પાવતી જોતા પાવતીમાં તારીખો ખોટી ઉલ્લેખ કરેલી હોવાથી પાવતીમાં ગોલમાલ થયું હોવાનું સામે આવ્યું હતું.

શુ પોલીસ કર્મીને મેં અને જુલાઈ મહિનાનું અંતર પણ ખબર નહી?
કોવિડ-19ના ભંગ બદલ મહેસાણા પોલીસ દ્વારા વાહન ચાલકોને આવી કેટલીય પાવતીઓ આપી હશે, ત્યારે કોઈ એક જાગૃત નાગરિકે પોતાની ખોટી પાવતી અને ખોટી તારીખ દર્શાવેલ પાવતી સોશિયલ મીડિયા માં શેર કરી હતી. જેમાં પાવતી જોઈને લોકોમાં પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે, શું પોલીસને મેં અને જુલાઈ મહિનાનો પણ ફર્ક નથી ખબર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો