મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ગરીબો માટે જાતે સિલાઇ મશીન ચાલવીને બનાવી રહ્યા છે માસ્ક, 16000 લોકોને કરી મદદ

કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં દેશમાં 13000થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે જ્યારે ભારતમાં 420 લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. ત્યાં જ સમગ્ર દુનિયાની વાત કરીએ તો વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી 20 લાખ 83 હજાર 326 નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 34 હજાર 616 લોકોએ જીવ ગુમાવ્યા છે. 5 લાખ 10 હજાર 350 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહામારીથી લડવા માટે તમામ લોકો પોતાનાથી થતી તમામ પ્રકારની મદદ લોકોને કરી રહ્યા છે. આવામાં જ અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે 300 કિલોના શુદ્ધ ઘીના લાડુ બનાવી પોતાની ટીમ સાથે શહેરના કૂતરાઓને લાડુ ખવડાવી એક નવી પહેલ કરી છે ત્યારે મહેસાણાના સાંસદ શારદાબેનની સરાહનીય કામગીરી સામે આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

મહેસાણા સાંસદ શારદાબેન પટેલે જાતે માસ્ક બનાવી સેવાકાર્ય શરૂ કર્યું છે. અને ગામડામાં માસ્કની અવરનેસ વધે તે માટે ગામડામાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા અંદાજે 16000 જેટલા માસ્ક બનાવી ગામડાના ગરીબ લોકોને માસ્ક પુરા પાડવામાં આવ્યા છે. તેઓ બલોલ ગામમાં પોતાના સ્વાવલંબન કેન્દ્રમાં જાતે માસ્ક બનાવી રહ્યા છે.

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે ગરીબો માટે જાતે માસ્ક બનાવ્યા. ખાસ કરીને ગામડામાં માસ્કને લઈ ને અવરનેશ આવે અને હાલ માસ્કની કાળા બજારી અટકે અને ગરીબો માસ્કથી વંચિત ના રહે તે માટે તેમણે પ્રયાસ હાથ ધર્યો છે.

મહેસાણા જિલ્લાના સંસદ શારદાબેન પટેલે ખુદ માસ્ક બનાવીને ગરીબ લોકોને આપવાનું આયોજન કર્યું છે. તેમાં પણ બલોલ જેવા નાના ગામમાં જઈ અન્ય મહિલાઓને પણ આ ભગીરથ કાર્યમાં જોતર્યા છે. એક દિવસમાં અંદાજે 4000 માસ્ક તૈયાર કરી કુલ 5 દિવસમાં 16000 જેટલા માસ્ક અન્ય મહિલાઓને સાથે રાખી તૈયાર કર્યા છે. જે ગામડાની ગરીબ પ્રજાને મફતમાં આપવામાં આવશે. અહીં બલોલમાં તેમના એક NGO દ્વારા આ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. જેમાં ગરીબોને મફત માસ્કની સાથે આ કામમાં તેમની સાથે માસ્ક બનાવવામાં સહયોગ આપનાર અન્ય મહિલાઓને પણ રોજી રોટી મળતી થઈ છે. ત્યારે આવું ભાગ્યેજ જોવા મળતું હોય છે કે જનતા ના સેવક પણ માસ્ક બનાવવામાં પોતે જોડાઈને આવું સુંદર કાર્ય કરી ગરીબોને ઉપયોગી નિવડતા હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો