વેપારીઓ ખેડૂતોને ખુલ્લેઆમ લૂટે છે તેનો પૂરાવો, શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા આખો ઘટનાક્રમ વાંચી તમને પણ દયા આવશે

મહેસાણા જિલ્લામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લિંચ ગામમાં રીંગણ ભટ્ટાના ભાવ નહિ મળતા લોકોએ રીંગણ રસ્તામાં ફેંકી દેવા મજબૂર બન્યા છે.

રૂટિન પાકમાં સતત નુકશાન જવાથી ખેડૂતો રોકડીયા પાક એવા શાકભાજી તરફ વળ્યા છે. ત્યારે હાલમાં ખેડૂતોને શાકભાજીના ભાવમાં નહિ મળતા મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણા જિલ્લાના લિંચ ગામમાં ખેડૂતો મોટાભાગે શાકભાજીનું વાવેતર તરફ વળ્યા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ખેડૂતોને પોતાના પાકનું પૂરતું મૂલ્ય મળ્યું નહિ અને હવે બજારો ફરીથી ધમધમતા થયા છે ત્યારે શાકભાજીએ રોવડાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લિંચ ગામમાં હાલમાં શાકભાજીમાં રીંગણ ભટ્ટાનું અંદાજે 100 વિઘા આસપાસમાં વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતોને શાકમાર્કેટમાં પ્રતિ મણ રીંગણ ભટ્ટાના ભાવ 20 થી 25 રૂપિયા મળી રહ્યા છે એટલે કે કિલોના માત્ર 1 રૂપિયા આસપાસનો ભાવ મળી રહ્યો છે. આ એક મણ ભટ્ટા ભરવા માટેની પ્લાસ્ટિક બેગની જ કિંમત 10 થી 12 રૂપિયા છે તો ખેડૂતો ને મળ્યું શુ? ખેડૂતને મોંઘા ભાવનું બિયારણ તેમજ મોંઘી પિયત બાદ આ ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને એક વિઘાના વાવેતર પાછળ 15000 આસપાસનો ખર્ચ થયો છે ત્યારે યોગ્ય ભાવ નહી મળતા રોવાનો વારો આવ્યો છે.

જગતનો તાત અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. જેમાં કેટલીક કુદરતી મુશ્કેલીઓ છે તો કેટલીક ઉભી કરેલી કૃત્રિમ મુશ્કેલીઓ છે. ખેડૂતોએ કુદરતના ભરોષે શાકભાજીની ખેતી કરી તો મબલક પાકનું ઉત્પાદન થયું પણ હવે ઉત્પાદન બાદ કૃત્રિમ મુશ્કેલીમાં શાકમાર્કેટમાં ભાવ નથી મળી રહ્યા. લિંચ ગામના શાકભાજીમાં રીંગણ ભટ્ટાનું વાવેતર કરનાર ખેડૂતોને તળિયાના ભાવ મળતા રીંગણ ભટ્ટા રસ્તા પર નાખી દેવા મજબુર બન્યા છે.

લિંચ ગામમાં આ વખતે 100 વિઘા આસપાસમાં રીંગણ ભટ્ટાનું વાવેતર થયું છે. ઉત્પાદન સારું થતા તે શાક માર્કેટમાં વેચવા જતા પ્રતિ મણ ભાવ માત્ર 20થી 25 મળી રહ્યો છે ત્યારે આ મણ ભટ્ટા ભરવા માટેની પ્લાસ્ટિક બેગની કિંમત 10 થી 12 રૂપિયા છે તો ખેડૂતોને મલતર શુ મળ્યું. ખેડૂતોએ એક વિઘા શાકભાજ પાછળ 15 થી 20 હજારનો તો ખર્ચ કરી ચુક્યા છે. ત્યારે હાલમાં શાકભાજમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય સહાય ભાવને લઈને અપાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો