આ છે દેશના 8 સૌથી મોટા કિચન, રોજ બને છે હજારો લોકો માટે ભોજન

‘બાર ગામે બોલી બદલાય’, આ કહેવત આપણાં દેશની ખાસિયત દર્શાવે છે. જ્યાં તમને થોડા દૂર જતા જ ભાષા, કપડાં, ભોજન દરેક વસ્તુઓમાં એક મોટો અંતર જોવા મળશે. આપણી એકતાનું સૌથી મોટું પ્રમાણ આપણાં દેશમાં બનતા વિવિધ પ્રકારના ભોજન છે. ભારતના દક્ષિણમાં પંજાબી તો પશ્ચિમમાં પૂર્વનો સ્વાદ ચાખી શકાય છે. જે દેશમાં ભોજનને આટલું મહત્વ આપવામાં આવતું હોય ત્યાં કિચનને કેટલું માન મળતું હશે એ કહેવાની જરૂર નથી. આજે અમે તમને ભારતભરમાં આવેલા કેટલાક મોટા કિચન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સરખામણી કરવી અશક્ય છે.

ધર્મસ્થલા, કર્ણાટક

ભગવાન શિવ આ મંદિરમાં બાહુબલીના રૂપમાં બિરાજમાન છે. ધર્મસ્થલાના મંજુનાથ મંદિરમાં દરરોજ આશરે 50 હજાર લોકો દર્શન માટે આવતા હોય છે. અહીં દરરોજ એટલા જ લોકો માટે પ્રસાદ પણ તૈયાર થાય છે. 50 હજાર લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરે છે. તેના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે અહીં કિચનની સાઇઝ કેટલી મોટી હશે.

શિરડી, મહારાષ્ટ્ર

સાંઇ બાબાના ભક્તો દરરોજ હજારોની સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે. આ મંદિરમાં ત્રણ વિશાળ કિચન છે, જ્યાં ભક્તો માટે પ્રસાદ બને છે. સવારના નાસ્તાની સાથે અહીં 40 હજાર લોકો માટે દરરોજ ભોજન તૈયાર થાય છે. આ દેશનું સૌથી મોટું સોલર કિચન પણ છે.

ધર્મસ્થલાના મંજુનાથ મંદિરમાં દરરોજ આશરે 50 હજાર લોકો દર્શન માટે આવતા હોય છે

તાજ સેટ્સ, દિલ્હી

તાજ હોટલ અને સિંગાપુર એરપોર્ટનું જોઇન્ટ કિચન કોલકાતા, ચેન્નઈ, અમૃતસર, મુંબઈ અને દિલ્હીના એરપોર્ટ્સને ભોજન સપ્લાય કરે છે.

IRCTC, નોએડા

IRCTCના નોએડા કિચનને ભારતનું સૌથી મોટું કિચન હોવાનો ગૌરવ પ્રાપ્ત છે. આ કિચનમાં દરરોજ લાખો ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે.

અક્ષય પાત્ર, હુબલી

અક્ષય પાત્ર એક NGO છે, જેના કિચનમાં મિડ ડે મીલ હેઠળ દરરોજ 15 મિલિયમ બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે.

સ્વર્ણ મંદિર, અમૃતસર

સિખોના સૌથી પૂજ્યનીય સ્થળ સ્વર્ણ મંદિરમાં બનતો પ્રસાદ દરરોજ આશરે 1 લાખ લોકો ગ્રહણ કરે છે. ‘ગુરુ કા લંગર’ નામથી પ્રસિદ્ધ આ પ્રસાદને બનાવનારા સેવકો તેના કિચનને દુનિયાનું સૌથી મોટું કિચન કહે છે, જ્યાં લોકોને મફતમાં ભોજન કરાવવામાં આવે છે.

જગન્નાથ મંદિર, પુરી

ભગવાન જગન્નાથના આ મંદિરમાં દરરોજ પ્રસાદના રૂપમાં 56 ભોગ ધરાવવામાં આવે છે. આ 56 અલગ-અલગ ડિશેઝ હોય છે, જેને પ્રસાદના રૂપમાં વેંચવામાં આવે છે. આ 56 ભોગ બનાવવા માટે તેમનું વિશાળ કિચન છે.

ઈસ્કોન મંદિર

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ સંસ્થાના મંદિરમાં દરરોજ અગણિત લોકો માટે પ્રસાદ બને છે. જન્માષ્ટમીના દિવસે લોકો માટે બનતા પ્રસાદની માત્રા ત્રણ ગણી વધી જાય છે. તેના કારણે જ આ મંદિરના કિચનને આ લિસ્ટમાં જગ્યા મળી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો