ગામમાં નેટવર્ક ન આવતું હોવાથી છોકરીએ પહાડ પર ઝૂંપડી બનાવીને ઓનલાઈન અભ્યાસ ચાલુ કર્યો, તે જોઈને સોનૂં સૂદ પણ મદદ માટે સામે આવ્યો
દેશમાં હાલની પરિસ્થતિમાં કોરોનાને લીધે સ્કૂલ-કોલેજો બંધ છે અને અભ્યાસને લઈને બાળકો, પેરેન્ટ્સ અને ટીચર્સ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. ઓનલાઈન અભ્યાસ કરવા પણ ઘણા લોકો સાથે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લામાં રહેતી સ્વપ્નાલીના ગામમાં ઇન્ટરનેટની સુવિધા ન આવતા તે ઘરથી દૂર પહાડ પર એક ઝૂંપડી બનાવીને ત્યાં અભ્યાસ કરી રહી છે.
લોકડાઉન પહેલાં ઘરે આવી હતી
હાલ સ્વપ્નાલી સુતાર નામની છોકરી અન્ય સ્ટુડન્ટ માટે પણ પ્રેરણા બની છે. કોંકણમાં દારિસ્તે ગામમાં રહેતી સ્વપ્નાલી મુંબઈમાં પશુઓના ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે. 8 દિવસ પહેલાં ઘરે આવેલી સ્વપ્નાલી લોકડાઉન પછી પરત મુંબઈ જઈ શકી નહોતી. તેવામાં અભ્યાસ ઓનલાઈન થઇ જતા સ્વપ્નાલીને ઘણી તકલીફો થઇ. તેનાં ગામમાં ફોનનું નેટવર્ક પણ નથી આવતું તો ઇન્ટરનેટ તો બહુ દૂરની વાત છે. સ્વપ્નાલીને તેના ઘરથી 2 કિમી દૂર પહાડ પર નેટવર્ક મળ્યું.
આ જગ્યાએ તે આખો દિવસ વૃક્ષ નીચે ઊભી રહીને અભ્યાસ કરતી હતી, પરંતુ વરસાદ થવાથી તેનો અભ્યાસ અટકી ગયો. જંગલી પશુઓનો ડર અને અનેક તકલીફો હોવા છતાં તેણે પહાડ પર જ અભ્યાસ ચાલુ રાખ્યો. વરસાદથી બચવા માટે સ્વપ્નાલીએ એક નાનકડી ઝૂંપડી બનાવી છે અને તે રોજ ત્યાં જ બેસીને અભ્યાસ કરે છે.
ડોક્ટર બનવાનું સપનું
ભણવામાં હોશિયાર સ્વપ્નાલીને દસમા ધોરણમાં 98% આવ્યા હતાં. ધોરણ 12મા પણ પ્રથમ નંબર આવ્યા પછી તેણે ડોક્ટર બનવાનું સપનું જોયું, પરંતુ ગરીબીને લીધે આ સપનું શક્ય નહોતું આથી તેણે પશુ ચિકિત્સક બનવાનો નિર્ણય કર્યો. ખેડૂત માતા-પિતા દીકરીના સ્વપ્નને પૂરું કરવા માટે પોતાનાથી શક્ય એટલા તમામ પ્રયાસ કરે છે. અભ્યાસ માટેની દીકરીની જીદ્દ પર માતા-પિતાને ગર્વ છે.
Kindly find her details.
WiFi will reach her village. https://t.co/hyndhC235y— sonu sood (@SonuSood) August 23, 2020
એક્ટર સોનું સૂદને ટ્વિટર પર આ છોકરીની પોસ્ટ સાથે ટેગ કરતા સોનું એ છોકરીની માહિતી મંગાવીને તેની ઘરે વાઈફાઈ પહોંચાડવાની વાત કરી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

