સુરતના યુવકે 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કરી આપ્યું નવજીવન

22 વર્ષનો યુવાન મીત રમેશ હિરપરા સ્ટેમસેલનું દાન કરીને એક થેલેસેમિયા મેજર બાળકને નવજીવન આપ્યું છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રનના અમરોલી જિલ્લાના લાઠી શાખપુર ગામના છે અને હાલ સુરતમાં સ્થાયી થયા છે. સુરતનો આ યુવાન એમકોમ સુધીનો અભ્યાસ કરીને ત્યારબાદ સુરતની વરાછા કો.ઓપ. બેંકમાં સર્વિસ કરે છે. તેમની વિશેષતા એ છે કે તે પોતે બાળપણથી સમાજસેવા કરવાની ઇચ્છા ધરાવે છે અને પોતે છેલ્લા 10 વર્ષથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર તરીકે જોડાયેલા છે. તેઓ 2017થી ચાઇલ્ડ એન્ડ યુથ રિવોલ્યુશન ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.

રજિસ્ટ્રેશનના 2 વર્ષ બાદ અચાનક કોલ આવ્યો

સુરતમાં જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા ગયેલા મીતે દાત્રી સંસ્થાના સ્ટેમસેલ કાઉન્ટરની મુલાકાત લીધી હતી.ત્યાં મીતે સેમ્પલ આપી નોંધણી કરાવી હતી. 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મીત હિરપરા પર કોલ આવ્યો કે ‘તમારા સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે અને તમે તેમને આપશો તો તેમને નવજીવન મળશે.’ સ્ટેમસેલ મેચ થયા બાદ મીતે વધુ જાણકારી માટે હિમેટોલોજીસ્ટનો સંપર્ક કર્યો અને આ બાબતે વધુ માહિતી મેળવી અને જે પ્રશ્નો હતા તે દૂર કર્યા અને સ્ટેમલેસ ડોનેટ કરવાનું નક્કી કર્યું.

સ્ટેમસેલની જરૂર મેજર સ્ટેજમાં પડે

મીત હિરપરાએ કહ્યું હતું કે, સામાજિક સંસ્થાઓ સ્ટેમસેલ અંગે સમાજમાં જાગૃતિ લાવવા જન આંદોલન કરી ગેર સમજ દૂર કરે તો સમાજને લાભ થશે. સ્ટેમસેલ ડોનેશન માટે ભારતમાં 2009 માં દાત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું વડુ મથક ચેન્નઈમાં છે. અને ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. થેલેસેમિયા મેજર સ્ટેજમા દર્દીને સ્ટેમસેલની જરુર પડે છે જેમા તેમના ભાઈ-બહેનના સ્ટેમસેલ અથવા જન્મતી વખતે નાળમાથી સ્ટેમસેલ કાઢી બેન્કમા રાખીને અને અથવા અનરીલેટેડ ડોનર પાસેથી દાન તરીકે મેળવી શકાય અને દર્દીને ચડાવવામાં આવે તો તેમની બીમારી દૂર થાય છે અને જીવ બચી જાય છે.

સ્ટેમસેલ ડોનેશન આપનાર અને લેનાર વ્યક્તિઓની ઓળખ છુપી રાખવામા આવે છે. આપનારના પરિવારજનોના સમંતિ દ્વારા સમગ્ર પ્રક્રિયા એનજીઓના સહકારથી કરવામા આવે છે. ખર્ચાળ ગણાતી સ્ટેમસેલ ડોનેશનની પદ્ધતિ દર્દીની જિંદગી બચાવી શકાય છે.

સ્ટેમસેલ આપવાની સરળ પ્રકિયા

થેલેસેમિયા મેજર દર્દીને (ખાસ કરીને બાળકો જ હોય છે) રક્તકણો, ત્રાકકણો અને શ્વેતકણો બહારથી આપવામા આવતા હોય છે તે પ્રક્રિયા દર્દીને અમુક દિવસે કરવી પડતી હોય છે અને વિવિધ રીતે આપી શકાય છે.HLA (human leukocyte antigen) મેચ થયા બાદ ડોનર ના તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે અને તેના સ્ટેમસેલ લઈને દર્દીને આપવા માટે યોગ્ય હોય તો તેમના સ્ટેમસેલ PBSC (Peripheral Blood Stem Cell Donation) દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ દર્દી સુધી પહોંચાડી તેમને આ આપવામાં આવે છે. સ્ટેમસેલ ડોનેશન એ સરળ પ્રક્રિયા છે આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો ઘણા દર્દીઓના જીવ બચી શકે છે. અને ડોનેશન કરવાથી ડોનર ને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો