ઉત્તર પ્રદેશનો સુપર સ્ટુડન્ટ: 10 વર્ષનો સરીમ ખાન JEE મેન અને એડવાન્સના પ્રશ્નો કરે છે સોલ્વ, દેશ માટે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર જીતવા માંગે છે

10 વર્ષનો સરીમ ખાન હાલ ઉત્તર પ્રદેશની સાથે બિહારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ઉત્તર પ્રદેશના ઔરાહી ગામના રહેવાસી સરીમમાં ફિઝિક્સ શીખવાડવાનું અલગ જ ટેલેન્ટ છે. 10 વર્ષની ઉંમરે તે JEE મેન અને એડવાન્સ લેવલના ફિઝિક્સના પ્રશ્નો સોલ્વ કરે છે. પાંચમા ધોરણમાં ભણતા સરીમે લોકડાઉનમાં 12 ધોરણ સુધીના પુસ્તકો વાંચી લીધા.

સુપર 30ના ફાઉન્ડર આનંદ કુમારે સરીમનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોને 25 હજારથી વધારે લોકોએ જોયો છે. સરીમે કહ્યું કે, મને ચોથા ધોરણથી જ ફિઝિક્સમાં રસ વધી ગયો હતો. એ પછી મેં વાંચવાનું શરુ કર્યું અને મને બધું સમજાતું ગયું. હું દેશ માટે ફિઝિક્સમાં નોબેલ પ્રાઈઝ જીતવા માગું છું. આ જ મારું ધ્યેય છે. મેં જ્યારે આંનદ સરની સ્ટોરી સાંભળી ત્યારે હું પ્રભાવિત થઇ ગયો અને તેમને ફોલો કરવા લાગ્યો.

સરીમના પિતા મૌશીન રઝા ખાને કહ્યું કે, મારા દીકરામાં શરુઆતથી જ ફાસ્ટ લર્નિંગની શક્તિ છે. નર્સરી પછી તે બીજા ધોરણમાં ગયો અને એ પછી ચોથા ધોરણમાં. અમે બે મહિના પહેલા સોશિયલ મીડિયામાં ચેનલ શરુ કરી છે. આનંદ કુમારે સરીમનો વીડિયો શેર કર્યો ત્યારથી લોકો તેના વખાણ કરી રહ્યા છે અને અમને દેશમાંથી ફોન અને મેસેજ આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો