ગુજરાત ની કોકિલ કંઠી ગાયિકા શ્રી મીનાબેન પટેલ નું ઓસ્ટ્રેલિયા મુકામે દુખદ અવસાન થયેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાતિ અર્પે…

છેલ્લા કેટલાક વર્ષોથી ઑસ્ટ્રેલિયામાં રહેતા જાણીતા ગુજરાતી ગાયિકા મીના પટેલનું 56 વર્ષની વયે વિધન થયું છે. મીના પટેલ પ્રભાતિયા અને લગ્ન ગીતોને લઇને જાણીતા હતા. મીના પટેલનાં મધુર સ્વરમાં ગવાયેલા પ્રભાતિયા, ભજનો અને લગ્નગીતો આજે પણ લોકોને ઘણા જ પ્રિય છે. મીના પટેલ ગુજરાતી સંગીતની દુનિયામાં જાણીતુ નામ હતા. ઑસ્ટ્રેલિયામાં આજે ટૂંકી બીમારી બાદ તેમનું અવસાન થયું છે.

ગુજરાત ની કોકિલ કંઠી ગાયિકા શ્રી મીનાબેન પટેલ નું ઓસ્ટ્રેલિયા મુકામે દુખદ અવસાન થયેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાતિ અર્પે…

મીના પટેલ છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. મીની બહેન અમરેલી જિલ્લાનાં વતની હતા. તેમને રાજ્ય સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મીના પટેલે ‘મે કાનુડા તોરી ગોવાલણ’, ‘અખંડ રોજી હરીનાં હાથમાં’, ‘પઢો રે પોપટ રાજા રામના’ અને ‘જાગને જાદવા શ્રીકૃષ્ણ ગોવાળીયા’ જેવા પ્રભાતિયા ગાયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો