પેટ્રોલ, ડીઝલ, ગેસની કિંમતો બાદ હવે જરુરી દવાઓની કિંમતમાં એપ્રિલમાં વધારો થશે, જાણો કયા કેટલો ભાવ વધારો થશે

દુઃખાવાની, એન્ટીઈન્ફેક્ટિવ, કાર્ડિયક અને એન્ટીબાયોટિક્સ સહિત જરુરી દવાઓની કિંમતમાં એપ્રિલમાં વધારો થશે. સરકારે દવા ઉત્પાદક કંપનીઓને એનુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ)ડબ્લ્યૂપીઆઈ)ના આધાર પર કિંમતમાં ફેરફારની પરવાનગી આપી છે. ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટરી,નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓર્થોરિટીએ શુક્રવારે કહ્યું કે સરકાર તરફથી 2020 માટે ડબ્લ્યૂપીઆઈમાં 0.5 ટકાના એન્યુઅલ ચેન્જ નોટિફાઈ થયુ છે.

ફાર્મા ઈન્ડસ્ટ્રી કિંમતોમાં 20 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે

દવા નિયામક તરફથી એન્યુઅલ ડબ્લ્યૂપીઆઈથી અનુરુપ શિડ્યુલ દવાઓની કિંમતોમાં દર વર્ષે વૃદ્ધિની પરવાનગી આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યાનુંસાર કંપનીઓ આ વૃદ્ધિથી ઉત્સાહિત નથી. તેમના પ્રમાણે મૈન્યુફેક્ચરિંગ કોસ્ટ લગભગ 15-20 ટકા વધી છે અને ફાર્મા ઈન્ડસ્ટ્રી કિંમતોમાં 20 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે પરંતુ કેટલો વધારો કરી શકે છે તે આગળ ખબર પડશે.

વૃદ્ધિની આ પરવાનગી બહું ઓછી છે- ફાર્મા ઈન્ડસ્ટ્રી

ફાર્મા ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યૂટીવ અનુસાર અમને લાગે છે કે વૃદ્ધિની આ પરવાનગી બહું ઓછી છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રી કાચા માલ તરફ પેકેજિંગ મટેરિયલ સહિત બીજા મટેરિયલની કિંમતોમાં વૃદ્ધિથી અસરગ્રસ્ત થઈ છે. અમારી યોજના જલ્દી જ સરકાર પાસે હજું વધારો કરાવવાની છે.

ચીને ઈનપુટ્સની કિંમતોમાં 10-20 ટકા વૃદ્ધિ કરી

કાર્ડિયો વૈસ્કુલર, ડાયબિટિજ, એન્ટીબાયોટિક્સ, એન્ટી ઈન્ફેક્ટિવ અને વિટામિનના મેન્યૂફેક્ટર માટે મોટા ભાગે ફાર્મા ઈન્ગ્રીડીએન્ટ ચીનથી આયાત કરવામાં આવે છે. જ્યારે કેટલાક એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રીડિએન્ટ (એપીઆઈ) માટે ચીન પર નિર્ભરતા લગભગ 80-90 ટકા છે. જ્યારે ચીનમાં ગત વર્ષની શરુઆતમાં કોરોનાને લીધે સપ્લાયમાં સમસ્યા આવતા ભારતીય દવા આયાતોની કોસ્ટ વધી ગઈ. આ બાદ ચીને 2020ના મઘ્યમાં સપ્લાય શરુ થવા પર તેની ઈનપુટ્સની કિંમતોમાં 10-20 ટકા વૃદ્ધિ કરી છે.

એપીઆઈની ઈમ્પોર્ટ પ્રાઈસમાં સતત વૃદ્ધિ થઈ છે

હાલમાં સરકારે હેપિરિન ઈન્જેક્શનની કિંમતમાં વૃદ્ધિ કરી સપ્ટેમ્બર 2021 સુધી એક્સટેન્ડ કરી દીધી. આનો ઉપયોગ કોવિડ 19ની સારવારમાં કરવામાં આવે છે. ચીનથી આયાત પર એપીઆઈનો ખર્ચ વધતા અનેક કંપનીઓની અપીલ પર ગત વર્ષ જૂનમાં સરકારે હેપરિન પર 50 ટકા પ્રાઈઝ વૃદ્ધિ કરવાની પરવાનગી આપી હતી. ડ્રગ્સ પ્રાઈસ કન્ટ્રોલ ઓર્ડર 2013 અંતર્ગત આ અનુમતિ આપવામાં આવી હતી. કંપનીઓએ એમ પણ કહ્યું હતુ કે વર્ષોથી રેગ્યુલેટેડ પ્રાઈઝમાં ઘટાડો આવ્યો છે. જ્યારે એપીઆઈની ઈમ્પોર્ટ પ્રાઈસમાં સતત વૃદ્ધિ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો