ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો ચોંકાવનારો દાખલો, 8 દવાઓનાં સેમ્પલ ફેઈલ, 5 લાખ લોકોને આપી દેવાઈ દવા

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો એક ચોંકાવનારો દાખલો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે મળતી દવાની યોજનાનો મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં સરકારી હોસ્પિટલો દ્વારા પાંચ લાખ દર્દીઓને 8 પ્રકારની જે દવા આપવામાં આવી હતી તે દવાઓ બિનઅસરકારક હતી. અને રિપોર્ટ આવ્યા પહેલાં જ આ દવાઓ દર્દીઓને આપી દેવામાં આવી હતી. સિવિલ તંત્રની આ પોલ ખૂલતાં જ ભારે ચકચાર મચી જવા પામી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જે આઠ પ્રકારની દવાઓ વેચવા પર વિવાદ થયો છે, તે દવાઓમાં એ કન્ટેન્ટ જ નથી, જે બીમારી દૂર કરવામાં અસરકારક હોય છે. અને ગરીબોને મફતમાં અપાતી આ દવાઓને રિપોર્ટ પહેલાં જ સુરત અને તાપી જિલ્લાના પાંચ લાખથી વધુ લોકોને આપી દેવામાં આવી હતી. તેનો મતલબ કે પાંચ લાખ લોકોની આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા છે. અને ગરીબોના જીવની સરકારી હોસ્પિટલોમાં કોઈ કિંમત નથી તે ફરીથી એકવાર સ્પષ્ટ થયું છે.

જે આઠ પ્રકારની દવાઓ પાંચ લાખ લોકોને આપવામાં આવી છે તે બ્લડપ્રેશર, મલેરિયા, ડાયેરિયા, યુરિયા રોકવું, ઘા ભરવા, છાતીમાં એસિડિટી અને અલ્સર જેવાં રોગોની હતી. આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કાંઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. તો સ્ટોર કીપર કહે છે કે, આ મામલે ઉપરી અધિકારીઓને ખબર.

હવે ગરીબ જનતાને આ દવાઓ વિના મૂલ્યે મળે છે. પણ કંપનીઓને સરકાર પૈસાની ચૂકવણી કરતી જ હોય છે. તેનો મતલબ એ છે કે, આ બિનઅસરકાર દવાઓમાં પણ કરોડો રૂપિયાનું મસમોટા કૌભાંડની ગંધ આવી રહી છે. આ મામલે સરકાર યોગ્ય તપાસ કરશે કે કેમ તે પણ સવાલ છે. અને આ ગંભીર બેદરકારી બદલ સરકારી બાબૂઓને કડક સજા કરવામાં આવશે કે કેમ… આ 8 દવાઓ જે કંપનીઓની છે તે કંપનીઓને સામે સરકાર પગલાં ભરશે કે કેમ…આ કંપનીઓને કેમ તાળાં ન મારી દેવા જોઈએ.. લાખો લોકોની જિંદગી સાથે ખિલવાડ કરનાર આ કંપનીઓ અને સિવિલ હોસ્પિટલનાં સરકારી અધિકારીઓની મિલિભગત સામે સરકાર શું એક્શન લે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો